Site icon Gramin Today

સી.એન.આઇ.ચર્ચ બલાલકુવા દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સી.એન.આઇ.ચર્ચ બલાલકુવા દ્વારા ગામમાં સફાઇ અભિયાન હાથ ધરાયું;

ગાંધી બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સ્વચ્છ ભારત અભિયાનને સાર કરતાં બલાલકુવા નાં ગ્રામજનો;

ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામમાં ગામના યુવાનો તેમજ ભાઈઓ દ્વાર ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બલાલકુવા ગામમાં આવેલ રસ્તા ની આજુબાજુ આવેલ ઝાડી- ઝાંખરા વાળા માર્ગની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેથી તમામ રાહદારીઓ ને અગવડ ન પડે તે માટે ગામના જાગૃત યુવાનો, ભાઈઓ તેમજ બહેનો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

બાપુના સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સ્વચ્છ ભારત અભિયાનને સાર કરતાં સી.એન.આઇ.ચર્ચ બલાલકુવા મંડળીનાં લોકો દ્વારા ગામમાં નો સંપૂર્ણ

 માર્ગ સાફ સફાઈ કરવામાં આવ્યો હતો, જેમાં રોડ પર આવતા, ઝાડી- ઝાખરાઓ કાપીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સાચા અર્થ માં બલાલકુવા ગામનાં મસીહ લોકો દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અનોખી રીતે ઉજવણી કરીને ગાંધીજી નાં સ્વપ્ન ને સાકાર કર્યુ હતું, 

આ સફાઈ અભિયાન માં સી.એન.આઇ.ચર્ચનાં ધર્મગુરુ કિશનભાઇ ચૌધરી, આગેવાન દિનેશભાઇ એન.વસાવા, ગૌતમભાઈ બી.વસાવા, માધુભાઈ કે.વસાવા, તેમજ સી.એન.આઇ.ચર્ચ નાં યુવાનો તેમજ ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

 

Exit mobile version