Site icon Gramin Today

સિસોદરા ગામમા ભ્રુણ હત્યા અટકાવવા બાબત માહિતી સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

મહિલા હેલ્પલાઇન નવસારી દ્વારા ભ્રુણ હત્યા અટકાવવા બાબત માહિતી સભર કાર્યક્રમ નું સિસોદરા ગામમા આયોજન કરવામાં આવ્યું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હાલ મા બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહ દરમિયાન વિવિધ જાગૃતિ ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહેલ છે અભયમ 181મહિલા હેલ્પલાઇન નવસારી દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા બાબત માહિતી સભર કાર્યક્રમ નું સિસોદરા ગામ મા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અભયમ કાઉન્સેલર ફાલ્ગુની પટેલ દ્વારા ઉપસ્થિત મહિલા અને યુવતીઓ ને સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવા માહિતી આપી હતી જેમાં લિંગ ભેદ, સ્ત્રી પુરુષ જન્મ દર મા તફાવતવગેરે મુદ્દઓ પ્રત્યે માહિતી પુરી પાડી હતી.

બેટી બચાવો, બેટી પઢાવો અંર્તગત સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો માર્ગદર્શન આપતાં અભયમ, 181મહિલા હેલ્પલાઇન ટીમ નવસારી.

 વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા અને અભયમ 181મહિલા હેલ્પલાઇન વિષે સવિસ્તાર માહિતી આપી હતી આ ઉપરાંત મહિલા આરોગ્ય, શિક્ષણ, પોષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું રાજ્ય સરકાર ની અભિનવ 181 મહિલા હેલ્પલાઇન નો મદદ, માર્ગદર્શન અને મુશ્કેલી ના સમયે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો ઘરેલુ હિંસા, જાતીય સતામણી, છેડતી, ભ્રુણ હત્યા, બાળલગ્ન વગેરે મા અભયમ ની મદદ લેવા માહિતી પુરી પાડવામાં આવી હતી.

Exit mobile version