Site icon Gramin Today

સામુહિક હોસ્પિટલ ખાતે ફાયર બ્રીગેડના જવાનો દ્વારા આગ લાગવાની ઘટનામાં સુરક્ષાનું મોકડ્રિલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

લીમઝર સામુહિક હોસ્પિટલ ખાતે ફાયર બ્રીગેડના જવાનો દ્વારા આગ લાગવાની ઘટનામાં સુરક્ષાનું મોકડ્રિલ કરવામાં આવ્યું હતું; 

નવસારી જીલ્લામાં વાંસદા પંથકની સામુહિક હોસ્પિટલમાં c h c ના તમામ સ્ટાફ અને વાંસદા પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. વાળાની અધ્યક્ષતા માં ફાયર બ્રીગેડ ના જવાનો દ્વારા આગ લાગવાની ઘટનામાં સુરક્ષા સાવચેતી, સુરક્ષાના પગલાં રુપે મોકડ્રિલ કરવામાં આવ્યું. 

વાંસદા તાલુકાના લીમઝર સામુહિક હોસ્પિટલમાં તમામ સ્ટાફ અને વાંસદા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વાળાની ઉપસ્થિતિમાં વાંસદા ગ્રામ પંચાયતના ફાયર બ્રીગેડ ના જવાનો દ્વારા સુરક્ષાનુ મોકડ્રિલ કરવામાં આવ્યું. હાલમાં કોરોના મહામારી પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ અને નવી સામુહિક હોસ્પિટલમાં સાધનોની સંખ્યા અને કોરોના મહામારી માં તમામ પ્રવૃતિઓ સતત રાત દિવસ મશીનરીઓ ચાલુ હોય છે. તમામ સાધનો મોટા પાયે વીજપ્રવાહથી જ ચાલતાં હોય છે. જેને ધ્યાન માં રાખી અને સાવચેતી ના પગલાં શરૂઆતથી જ રાખી પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી હોય તે કહેવતનો આધારે ફાયર બ્રીગેડ ના જવાનો દ્વારા સુરક્ષાનુ કવચનુ યોગ્ય નજરો નજર જોઈ સાવચેતી રાખી એનુ મોકડ્રિલ કરી જરૂરી માર્ગદર્શન પુરેપુરુ પાડયું છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ આગ લાગવાની ઘટના બને તો આ મોકડ્રિલ નુ ફળ અવશ્ય સફળ રીતે ભાગનું પરીણામ આવી શકે તે દિશામાં ગાઈડ લાઈન જરૂરી બની છે. અગજની ઘટનામાં આ સતર્કતાનાં ભાગ રૂપ કરાયેલ પ્રયોગની કામગીરી બતાવી આગને કાબુમાં કઈ રીતે લેવી તે ખરેખર માર્ગદર્શન અપાયું હતું.

Exit mobile version