Site icon Gramin Today

સાગબારામાં રૂપિયા ૧૨.૯૦ લાખના પાંચ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કરાઈ ઘોષણા :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

“વંદે ગુજરાત વિકાસ યાત્રા” નર્મદા જિલ્લો : સાગબારા તાલુકાના ગામે વિકાસયાત્રાને નિહાળવા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ: 

સાગબારામાં રૂપિયા ૧૨.૯૦ લાખના પાંચ જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કરાઈ ઘોષણા : સરકારશ્રીની વિવિધ યોજનાના ૪૬ જેટલા લાભાર્થીઓને કીટ વિતરણ અને મંજુરી પત્રો એનાયત કરાયા:

         ગુજરાત સરકારશ્રીની ૨૦ વર્ષની વિકાસયાત્રાના ભાગ રૂપે ૧૦ દિવસથી નર્મદા જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” આજે સાગબારામાં આવી પહોંચી હતી. સાગબારાની પ્રાથમિક શાળા ખાતે યોજયેલો કાર્યક્રમ નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સુભાષભાઈ વસાવા, સાગબારા ગામના સરપંચ શ્રીમતી અમૃતાબેન, તાલુકા વિકાસ અધિકારીશ્રી હસમુખભાઈ રાઠવા, નર્મદા જિલ્લાના આદિજાતિ વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી પૂર્વીબેન, આરોગ્ય ટીમના સભ્યો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.

           સાગબારા ગામે આવી પહોંચેલી વિકાસ યાત્રા દરમિયાન સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને વિકાસ કામો થકી રૂપિયા ૧૨.૯૦ લાખના પાંચ જેટલા વિકાસ કામોની લોકાર્પણ અને ખાતમુહૂર્તની મહાનુભાવોની હાજરીમાં ઘોષણા કરવામાં આવી હતી. સાથો સાથ સરકારશ્રીની વિવિધ યોજનાના ૪૬ જેટલા લાભાર્થીઓને કીટ વિતરણ અને મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને સ્કુલના વિધાર્થીઓએ “વંદે ગુજરાત વિકાસ યાત્રા”ની ફિલ્મો નિહાળી હતી. 

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધતા નર્મદા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી સુભાષભાઈ વસાવાએ “૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ” થીમની સાથે ૨૦ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યો અને સરકારશ્રીની વિવિધ છે યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતી આપી હતી. વધુમાં તેમણે આદિવાસી વિસ્તારોનો ખાસ વિચાર કરીને ગુજરાત સરકારે અનેક યોજનાઓથી ગ્રામજનોને અનેક સગવડો પુરી પાડી છે તેમ જણાવ્યું હતું.

        કાર્યક્રમના સ્થળે આંગણવાડી બહેનોએ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી વાનગી સ્પર્ધા યોજી હતી. કાર્યક્રમ સ્થળ પર હાજર આરોગ્ય વિભાગ વિભાગની ટીમ દ્વારા ગામ લોકોનું સ્ક્રિનિંગ કરી બિન ચેપી રોગોની તપાસ કરવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. “વંદે ગુજરાત વિકાસયાત્રા” સાથે ગામેગામ ભ્રમણ કરી રહેલા વૃક્ષ રથ થકી રાજપીપલા સામાજિક વનીકરણના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા 73 માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને ઊપયોગી છોડ આપી તેનો યોગ્ય ઉછેર કરી નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા અપીલ કરી હતી.

Exit mobile version