Site icon Gramin Today

સરકારે નર્મદા જિલ્લાને પાક નુકસાની ના વળતર થી બાદબાકી કરાતા ભારતીય ટ્રાઈબલ કિશાન મજદૂર સંધ દ્વારા આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આદિવાસી ખેડૂતોને વળતર બાબતે કરેલ અન્યાય ગુજરાત સરકારે નર્મદા જિલ્લાને  પાક નુકસાની માંથી બાદબાકી કરાતા ભારતીય ટ્રાઈબલ કિશાન મજદૂર સંધ દ્વારા આપવામાં આવ્યું  કલેકટરને આવેદનપત્ર;

કોરોના મહામારીમાં તોકતે વાવાઝોડા એ સમગ્ર રાજ્યમાં કેર વર્તાવ્યો હતો. આ વાવાઝોડા થી રાજ્યમાં મુખ્યત્વે બગાયતી પાકોનું વ્યાપક પણે નુકશાન થયેલ છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ પડતા ઉપર પાર્ટ – જેવી સર્જાયેલ છે.ખેડૂતો એ મહા મહેનને તૈયાર કરેલ પાકી કે કુદરતી વાવાઝોડા એ જમીન ઘોષ કરતા ખેડૂતોને મોટું નુકશાન થતા રડવાનો વારો આવ્યો છે. ગુજરાત સરકારે વાવાઝોડા દરમિયાન જે પણ ખેડૂતોના બાગાયતી પાકોને નુકશાન થયું હોય, અને વળતર આપવાની જાહેરાત કરી હતી પણ ગુજરાત સરકારે નુકશાની વળતર આપવામાં નર્મદા જિલ્લાને બાકાત રાખ્યો છે. જે ગુજરાત સરકાર નર્મદા જીલ્લાના ખેડૂતો સાથે અન્યાય કરતા હોય એવું લાગી રહ્યું છે. નર્મદા જીલ્લા ના ખેડૂતોએ સરકાર પાસે વાવાઝોડા થી થયેલા નુકશાની ના વળતર ની માંગ કરી હતી, નર્મદા જીલ્લાના વહીવટીતંત્ર એ અલગ અલગ ટીમો બનાવી નુકશાની નું સર્વે કર્યું અને એનો રીપોર્ટ પણ રાજ્ય સરકાર ને મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત સરકારે વળતર ચૂકવવા માટે જે યાદી જાહેર કરી એમાં નર્મદા જીલ્લાનો સમાવેશ ન કરતા સમગ્ર જીલ્લા સહીત આદિવાસી ખેડૂતો સાથે ગુજરાત સરકાર ઓરમાયું વર્તન રાખતી હોય એવું લાગી રહ્યું છે. નર્મદા જીલ્લા બાગાયત વિભાગ દ્વારા જીલ્લાના મુખ્ય જેટલા ગામોમાં સર્વે કરી ૭૭૩ ખેડૂતો ને ૧૩૦૪ હેક્ટર માં નુકશાન થયું હોવાનો સરકારમાં રીપોર્ટ પણ સોંપવામાં આવ્યો હતો. તેમ છતા સરકારે નર્મદા જિલ્લા ને કેમ બાકાત રાખ્યો એ એક પ્રશ્ન છે. નર્મદા જીલ્લા બાગાયત વિભાગે ૧૩૦૪ હેક્ટર મા પાક નુકશાની માટે ૧,૭૬,૪૪,૫૦૦ રૂપિયાની એસ.ડી.આર .એફ માંથી ગ્રાન્ટ ફાળવવા સરકારમાં રજૂઆત કરી છે. જે સત્વરે ખેડૂતોને મળી રહે એવી માંગણી સાથે આજ રોજ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ભારતીય ટ્રાઈબલ કિસાન મજદૂર સંઘના ગુજરાત પ્રમુખ ચેતરભાઈ વસાવા , બહાદુરભાઈ વસાવા, મહેશભાઈ વસાવા તેમજ અન્ય કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા.

Exit mobile version