Site icon Gramin Today

સરકારના સાત વર્ષ પૂર્ણ થવાનાં નિમિત્તે કેવડી ગામે સફાઈ અભિયાન અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  કરૂણેશ ચૌધરી.

દેશની રાજનીતિમાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થવાનાં નિમિત્તે કેવડી ગામે સફાઈ અભિયાન અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ઉમરપાડાના કેવડી ગામે નરેન્દ્ર મોદીની સરકારના સફળતા પૂર્વકના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં સફાઈ અભિયાન અને ગરીબ પરિવારોને માસ્ક વિતરણનો કાર્યક્રમ કેવડી ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ગામમાં સફાઈ અભિયાન અને ગામમાં દરેક લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દરેક લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ભાજપા જિલ્લા સંગઠન મંત્રી સામસિંગભાઈ વસાવા, માજી જિલ્લાપંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શાંતિલાલભાઈ વસાવા,ઉમરપાડા તાલુકા સંગઠનના મહામંત્રી અમિષભાઈ વસાવા, આગેવાન ગુલાબભાઈ, વિનોદભાઈ, ગુલાબભાઈ ઉંચાવણ અને ગ્રામજનો અને વેપારી મંડળ વગેરે હાજર રહી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

Exit mobile version