Site icon Gramin Today

શ્રી ગ્રામવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા બંધારપાડા દ્વારા વિધવા બહેનો અને અનાથ બાળકોને સહાય:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સોનગઢ: આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા ગામે શ્રી ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા બંધારપાડા દ્વારા ગામ ના 78 જેટલા વિધવા બહેનોને સાડી અને મીઠાઈ ભેટ તરીકે આપવામા આવેલ હતી, સાથે હેલ્પિંગ હેન્ડસ ગ્રુપ  જે અનાથ બાળકો માટે કામ કરનાર મિત્રોનું ગ્રુપ મળી ને વ્યારા, સોનગઢ, ડાંગ, દેડીયાપાડા , માંડવી જેવા એરિયા માથી મિત્રમંડળ દ્વારા  પસંદગી કરાયેલ  60 જેટલા અનાથ બાળકોને સહાય રૂપે ડ્રેસ અને ટી શર્ટ અને જયારે શૈક્ષણિક વર્ષ ની શરૂઆત થવા સમયે   સ્કુલ બેગ, કીટ, નોટબુક , સ્વેટર જેવી અનેક ચીજ વસ્તુઓ પુરી પાડે છે.

શ્રી ગ્રામ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા બંધારપાડા અને હેલ્પિંગ હેન્ડસ – અનાથ બાળકો માટે કામ કરનાર મિત્રોનું ગ્રુપ દ્રારા વ્યારા, સોનગઢ, ડાંગ, દેડીયાપાડા , માંડવી જેવા એરિયા માથી 60 જેટલા અનાથ બાળકો ને ડ્રેસ અને ટી શર્ટ ભેટ આપવામાં આવેલ. Helping hands દ્રારા આ બાળકોને દર નવા શૈક્ષણિક વર્ષ ની શરૂઆત માં સ્કુલ બેગ કીટ, નોટબુક , સ્વેટર જેવી વસ્તુઓ ભેટ તરીકે આપવામા આવે છે. તેના ભાગરૂપે આજે 60 જેટલા અનાથ બાળકોને ડ્રેસ અને ટી શર્ટ અને જયારે શૈક્ષણિક વર્ષ ની શરૂઆત થવા  સ્કુ લ બેગ, કીટ, નોટબુક , સ્વેટર જેવી અનેક ચીજ વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવેલ હતી.

આ સાથે ટ્રસ્ટ દ્રારા ગામ માં દર વર્ષે પર્યાવરણ ની જાગૃતિ અને જાળવણીનાં ભાગરૂપે  મોટા બંધારપાડા ગામના દરેક રસ્તાઓ પર સામુહિક વૃક્ષારોપણ કરવામાં આવે છે, અને તેમની જાણવણી પણ કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ રમેશભાઈ અને વનિતાબેન ના ઘરે (હાટ બજાર પાસે ) આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં  મર્યાદિત સંખ્યા સાથે અને સરકાર ની ગાઇડ લાઈન મુજબ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ નું પાલન કરવું આવશ્યક રખાયું હતું. તેથી  કાર્યક્રમ માં હાજર રહેવા મર્યાદિત સંખ્યાને આમન્ત્રિત કરાયેલ. સમગ્ર કાર્યક્રમ સંચાલન  લોરેન્સભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Exit mobile version