Site icon Gramin Today

વ્યારા સિનિયર સીટીઝન ક્લબ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લા મથક વ્યારા સિનિયર સીટીઝન ક્લબ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિતે  વિવિધ સ્પર્ધાઓ યોજાઇ:

રેલી, ચિત્રસ્પર્ધા, ફોટોગ્રાફિ પ્રદર્શન અને સ્પર્ધા, સ્પેરો નેસ્ટ ડિસ્ટ્રીબ્યુશન/બર્ડ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું:

તાપી:   જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તાપી વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ, વ્યારા નગરપાલિકા અને વ્યારા સાયકલિસ્ટ કલબ તેમજ ટીમ તાપી રેસર્સ ના સંયુકત ઉપક્રમે પર્યાવરણની જાગૃતતા આણવા વૃક્ષારોપણ સહિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમારની ઉપસ્થિતિમાં વ્યારા સ્થિત સિનિયર સીટીઝન ક્લબ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે રેલી, ચિત્રસ્પર્ધા, ફોટોગ્રાફિ પ્રદર્શન અને સ્પર્ધા, સ્પેરો નેસ્ટ ડિસ્ટ્રીબ્યુશન/બર્ડ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંધ્યાકાળે સીડબોલ ડેમો અને વિતરણ, સાપ બચાવવ અને ઓળખ પ્રદર્શ, સ્થાનિક સમુહ નૃત્ય અને આદિવાસી સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમારે નાગરિકોને પર્યાવરણ જાળવણી અંગે જાગૃત કર્યા હતા. તથા સમગ્ર તાપી જિલ્લામાં વિવિધ સ્થળોએ ૫૦૦થી વધુ રોપા વિતરણ અને વૃક્ષારોપણ અંગે માહિતી આપી હતી.
વિવિધ સ્પર્ધાના આયોજક ડૉ અંકિત ભારતીએ સ્પર્ધામાં ભાગ લીધેલ જાહેરજનતા અને ખાસ કરીને બાળકોને આવકાર્યા હતા, તથા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી અને મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે વૃક્ષોનો વિસ્તાર વધારવા માટે કોરોના સમય દરમિયાન રસ્તાની આજુબાજુ ૧૮૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને નિયમિત પાણી સીંચીને માવજત કરી હતી. ઓછા થયેલ વૃક્ષોની સાથે રિપ્લેસમેન્ટ કર્યુ હતું. અને લોકોએ ઉત્સાહભેર ભાગ લિધો હતો.
કાર્યક્રમમાં આર.એફ.ઓ. રૂચિ દવેએ બર્ડ સ્પેરો નેસ્ટ અને બર્ડ ફિડર અંગે જાણકારી આપી તેને યોગ્ય રીતે ઝાડ ઉપર કે ઘર ઉપર લગાવવા અંગે અને તેના માટે રાખવાની થતી કાળજી અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે આર.એફ.ઓ.શ્રી આર.એ.કોસાડા, આર.એફ.ઓ.મલંગદેવ માર્ટીના ગામીત, તાપી ડોક્ટર્સ ગૃપના સભ્યો, સિનિયર સીટીઝન્સ, વિવિધ શાળાના બાળકો સહિત વ્યારા નગર અને વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version