Site icon Gramin Today

વ્યારા તાલુકામાં રસીકરણ વેગવાન બનાવવા વિવિધ ગામોના ફ્રન્ટલાઇનર્સ સાથે બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

વ્યારા તાલુકામાં રસીકરણ કાર્યક્રમ  વેગવાન બનાવવા વિવિધ ગામોના ફ્રન્ટલાઇનર્સ સાથે મામલતદાર વ્યારાની અધ્યક્ષતામાં  બેઠક યોજાઇ:

 વ્યારા-તાપી: વ્યારા તાલુકામાં ૪૫ વર્ષથી ઉપરના વ્યક્તિઓનું રસીકરણ ઝુંબેશરૂપે હાથ ધરવા માટે મામલતદાર વ્યારા બી.બી.ભાવસારના અધ્યક્ષતામાં ફ્રન્ટલાઇનર્સ સાથે છીડીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં છીંડિયા, વેલધા, મગરકુઈ, જેતવાડી, પાનવાડી, ચીખલી, વિરપોર, તાડકુવા, કાટગઢ, સરાકુવા, બેડકુવા નજીક ગામોના પ્રતિનિધિઓ, તલાટીઓ, સરપંચ, મુખ્ય શિક્ષક, નરેગા સુપરવાઈઝર, આશા વર્કર, આંગણવાડી વર્કર/સખી મંડળ સુપરવાઈઝર તથા તાલુકા હેલ્થ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મામલતદારશ્રી દ્વારા તલાટીઓ, શાળાના શિક્ષકો, હેલ્થ વર્કર, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મળી રસીકરણની ઝુંબેશ ઝડપી બનાવવા તથા રોજિંદો ટાર્ગેટ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

Exit mobile version