Site icon Gramin Today

વાંસદા સ્થિત કોટેજ હોસ્પિટલનાં ડૉક્ટરો, કર્મચારી, પત્રકારોનું સન્માન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ વાંસદા, કમલેશ ગાવિત.

નવસારી, 
આજ રોજ વાંસદા તાલુકાના મહિલા મોરચા દ્વારા હાલમાં દેશમાં કોરોના કોવીડ-19  મહામારી ચાલી રહેલ છે ત્યારે સેવા કરનારા તાલુકાનાં તમામ  કોરોના વોરીયર્સનું કરાયું સન્માન:

વાંસદા વિસ્તારમાં  જેમાં મુખ્યત્વે  સેવા બજાવતા કોટેજ હોસ્પિટલના ડૉક્ટરો, કામનાબેન ગોવેકર, મોહિનીબેન, સ્ટાફ નર્સ, કર્મચારીઓ, સફાઈ કામદારો અને કોરોના કહેરમાં સતત પ્રજાને માહિતી પૂરી પાડનારા પત્રકાર મિત્રોને તથાં ગ્રામ  પંચાયત વાંસદાને અને પંચાયતના  સ્વાસ્થ્યને લગતા કામ કરનારા  તમામને કરાયા  સન્માનિત, આજ રોજ દરેકને માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ કરાયું, સાથે જ  કોટેજ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને પારલે બિસ્કિટનું વિતરણ ભારતીય જનતા પાર્ટીનાં  મહિલા મોરચા દ્વારા આપવામાં આવ્યુ હતું. તમામને  કોરોના કહેરમાં કરેલી  સારી કામગીરી બદલ ભાજપ મહિલા મોર્ચાનાં બહેનો  દ્વારા  તમામ કોરોના વોરીયર્સની પ્રશંસા કરાય  હતી. 

Exit mobile version