Site icon Gramin Today

વાંસદા તાલુકાના ગંગપુર ગામે નવી વસાહતમાં BAIF બાયફ સંસ્થાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જીલ્લાનાં  વાંસદા તાલુકા ના લાછકડી ગામે આજ રોજ  બાયફ સંસ્થાની સ્થાપના 1967 માં કરવામાં આવી હતી તે અંતર્ગત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

બાયફ સંસ્થા ના સ્થાપક સ્વ.ડૉક્ટર મણીભાઈ દેસાઈ એ આદિવાસી  સમાજના લોકોનો વિકાસ થાય તેવાં આશયથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનાં  હિતમાં બાયફ સંસ્થા ની સ્થાપના  કરાઈ હતી.આ સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને ગંગપુર ગામે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યાં  હતા.

 આ કાર્યક્રમ  પ્રશંગે બાયફ સંસ્થાના કર્મચારી કમલેશભાઈ કેવટ દ્વારા સંસ્થાના કર્યો, સંકલ્પો, ધ્યેય, ઉદેધ્યો વિશે વિસ્તૃર્ત  સમજણ અને માર્ગદર્શન  દરેક લોકોને આપવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમમાં માસ્કનું અને સામાજિક અંતરનું પાલન રાખ્યું હતું,  

તેઓના માન અને  સ્મરણમાં ગંગપુર ગામે નવી વસાહત આદિમજુથ વિસ્તાર માં વૃક્ષા રોપણ કરી  અને સાફ સફાઈની કામગીરી  પણ કરવામાં આવી  હતી. આ સંસ્થાનું ખાસ કાર્ય ફળોવાળા વૃક્ષો વાવી એમાંથી જ જરૂરી વસ્તુઓ નું ઉત્પાદન કરી લોક  ઉપયોગમાં લેવું તે વિશે પણ માહિતી અપાય હતી.

આ કાર્યક્રમમાં બાયફના કર્મચારી કમલેશભાઈ કેવટ,જગદીશભાઈ ગવળી અને ગંગપુર સરપંચશ્રી રાજેન્દ્રભાઇ સાથે અનેક આગેવાનો અને ગ્રામજનો  હાજર રહ્યા હતા.

Exit mobile version