Site icon Gramin Today

વાંસદા તાલુકાના ગંગપુર ગામે અને વાંસદા ટાઉન બ્રાહ્મણ સમાજ હોલ ખાતે ચશ્માંનું મફતમાં વિતરણ કાર્યક્રમ યોજાયો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ 

વાંસદા તાલુકાના ગંગપુર ગામે અને વાંસદા ટાઉન બ્રાહ્મણ સમાજ હોલ ખાતે ચશ્માંનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું.

ગંગપુર ગામે દેવિવડ હનુમાનજી મંદિર પાસે સવારે 10.00 કલાકે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.

ગુજરાત માનવ અધિકાર સુરક્ષા સંગઠન વાંસદા તાલુકા તરફથી વાંસદા ખાતેના બ્રાહ્મણ સમાજ હોલ ખાતે ચશ્માં મફતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ચશ્માં કેમ્પ એપ્રિલમાં ગંગપુર ગામે અને વાંસદા બ્રાહ્મણ સમાજ હોલમાં કેમ્પ રાખવામાં આવેલ હતો.જેનું વિતરણ તા.10.7.22 ના રવિવારના રોજ ચશ્માં વિતરણ કરી માનવ અધિકાર સુરક્ષા સંગઠનની ફરજ બજાવી અને વાંસદા સામાજિક કાર્યકરો વિરલભાઈ વ્યાસ, અને એડવોકેટ પ્રદૂ્યુમ્ન સોલંકી હાજર રહ્યા હતાં.અને માનવ અધિકાર સંગઠનને મજબૂત બનવવા તમામ સભ્યો હાજર રહી હાંકલ કરી હતી.આ વરસાદની મોસમમાં પણ લોકોની સેવા ફરજ બજાવી પુરી કરી હતી.હવે પછી પણ આ સંગઠન તત્પર રહેશે તેવું વાંસદા સંગઠન પ્રમુખશ્રી કમલેશ ગાંવિત, અને બીનાબેન પુરોહિતે જણાવ્યું હતું.અને વધૂમાં તેઓએ ઉમેર્યું હતું કે જયારે લોકોની સેવાની જરૂરત હોય ત્યા અમે માનવ આધિકાર સંગઠન તમામ રીતે સેવા આપવા સંગઠન તૈયાર છીએ. તેવું વાંસદા સંગઠનની ટીમે જણાવ્યું હતું.

Exit mobile version