Site icon Gramin Today

વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે “ગાંધી જયંતી” ની ઉજવણી કરાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ડોલવણ તાલુકાનાં વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે “ગાંધી જયંતી” ની ઉજવણી કરવામાં આવી: 

 આજે 2જી ઓક્ટોબર નાં રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ના કલમકુઈ ગામે વત્સલ આશ્રમશાળા કલમકુઈ ખાતે મહાત્મા ગાંધીજી ની 152 મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી ના ભાગરૂપે આશ્રમશાળા નાં બાળકો ને ગાંધીજી ના જીવન પ્રસંગોની વાતો કરવા માં આવી હતી, તથા સાથે ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.

તથા બાપુ નો મનગમતો વિષય સ્વછતાં ને લઈ શાળાની સાફ સફાઈ કરવા માં આવી હતી. તથા બાળકોને પૂજ્ય બાપુ ના જીવનને આત્મસાત કરી એમના જીવન ને આપણે સંદેશ બનાવવાની અને એમના અગિયાર મહાવ્રતને જીવનમંત્ર બનાવવાની પ્રેરણાદાયી વાતો શાળા સ્ટાફ દ્વારા કરવા માં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓ ને સત્ય અને અહિંસાનાં મૂલ્યો સાથે આઝાદીની લડત વિષે અભિપ્રેત કરવામાં આવ્યા હતાં. 

 આજના ઉજવણી કાર્યક્રમમાં વત્સલ આશ્રમશાળા કલમકુઈનાં વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ ગણ  ઉત્સાહ ભેર જોડાઇ ને કાર્યક્રમ યાદગાર બનાવ્યો હતો.

Exit mobile version