Site icon Gramin Today

વડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરાઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત વાંસદા:

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા વડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરાઈ.

વાંસદા :તા-12 જાન્યુઆરી 2023ના જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા વડલી મુખ્ય પ્રાથમિક શાળા મુકામે તેજસ્વી તારલાઓને સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રના પુસ્તકો ભેટ આપ્યા અને શાળાના 250 વિદ્યાર્થીઓને ચીક્કી વિતરણ કરવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદ વિદેશ ની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ધર્મ જીવન ને ઉજાગર કરી અનેક દેશોમાં તે ચર્ચાનું કારણ બન્યા હતા. આજના આધુનિક સમયમાં વિદ્યાર્થીઓ તે વિશે વાંચે અને સમજે તે જરૂરી થઈ પડે છે, 

 જેમા પ્રમુખ મિતુલ ભાવસાર, સેક્રેટરી સાગર પટેલ, જુનિયર જેસી ચેરપર્સન જે જે દક્ષ મિશ્રા , પાસ્ટ પ્રેસિડન્ટ જેશી ધર્મેન્દ્રસિંહ સોલંકી, જેશી રુચિર પટેલ,જેજે સ્મિત સોલંકી, જેજે દેવ મિશ્રા, હાજર રહ્યા હતાં.

 આજના કાર્યક્રમમાં વડલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈ પટેલ સાહેબ તથા અન્ય શિક્ષકો સહકાર આપ્યો.

Exit mobile version