Site icon Gramin Today

રોડ ઉપર પડેલા ખાડાઓ રાહદારીઓ માટે બન્યા માથાં નો દુખાવો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, માંગરોળ કરુનેશ ચૌધરી

ગુજરાત સરકાર અને માર્ગ અને મકાન વિભાગ ની બેદરકારી સામે કોગ્રેસ નો અનોખી રીતે વિરોધ વયકત કરવામાં આવ્યો!

માંગરોળ તાલુકા કોંગ્રેસે મોસાલી ચાર રસ્તા ખાતે ખાડાની પૂજા કરી વિરોધ નોંધાવ્યો, ચાલુ વર્ષે ચોમાસુ મોડું શરૂ થયું અને મોડું મોડું શરૂ થયું છતાં આખી સીઝનનો વરસાદ વીસ દિવસમાં જ પડી ગયો, સાથે જ સતત વરસાદ પડવાથી અનેક માર્ગો જર્જરીત થઈ જવા પામ્યા છે, માર્ગો ઉપર ઠેર ઠેર ખાડાઓ પડવાથી વાહનોને વ્યાપક નુકશાન થઇ રહયુ છે, સાથે જ વાહન ચાલકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે, માર્ગ અને મકાન વિભાગને રજૂઆતો કરવા છતાં માર્ગોની મરામત કરવામાં આવતી નથી, ત્યારે માર્ગ અને મકાન વિભાગની આંખ ઉગાડવા આજે તારીખ ૧૦ ના રોજ કોસંબા થી ઝંખવાવ જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે, જેનો વિરોધ કરવા મોસાલી ચાર રસ્તા ખાતે માર્ગ પર પડેલા મોટા ખાડાની આજે માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા પૂજા કરી વૃક્ષ રોપી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, સામજીભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, શાહબુદ્દીન મલેક, ઇંદ્રિસ મલેક સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહયા હતા, માંગરોળ તાલુકા કોગ્રેસના અગ્રણી રૂપસિંગ ગામીત આ પ્રશ્ને લોકોને વિગતે માહિતગાર કર્યા હતાં.

Exit mobile version