Site icon Gramin Today

રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા મહિલા સશક્તિકરણ પખવાડિયાનાં “દીકરી દિવસ”ની ડાંગમાં ઉજવણી!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા પ્રેસનોટ

“દીકરી દિવસ” એ પિંપરી  પી.એચ.સી. ખાતે દીકરીનો જન્મ કરાવતી આરોગ્ય વિભાગની ત્રણ ફરજ બજાવતી મહિલાઓ!

આહવા: ડાંગ   રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા “મહિલા સશક્તિકરણ પખવાડિયા” ના બીજા દિવસે એટલે કે “દીકરી દિવસ” એ ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગની ત્રણ દીકરીઓએ, એક સગર્ભાની સફળ પ્રસુતિ કરાવી, નવજાત દીકરીનું અવતરણ કરાવ્યું હતુ. એમ તો આદિવાસી સમાજમાં દીકરી અથવા દીકરો બંને એક સરખાં હોય પરિવારમાં ખુશીનો માહોલ:

“કોરોના” કાળના કપરા સમયે પણ સંસ્થાકીય સુવાવડના આગ્રહ સાથે આરોગ્ય વિભાગના કર્મયોગીઓએ સગર્ભાને હિંમત સાથે હૈયા ધરપત આપી, એક બાળકીનો જન્મ કરાવવામા અહમ ભૂમિકા નિભાવીને, સાચા અર્થમા “બેટી બચાવો, બેટી પઢાઓ”ની થીમ સાથે ઉજવાઈ રહેલા “દિકરી દિવસ”ની ઉજવણીને સાર્થક કરી હતી.

ડાંગના પિંપરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અનુરાધા ગામીત, આયુસ એમ.ઓ. વૈદ્ય કોમલ ખેંગાર તથા સ્ટાફ નર્સ ગુણવંતી સિસ્ટરે સફળતા પૂર્વક સંસ્થાકીય પ્રસુતિ કરાવીને “દીકરી દિવસ” ની ઉજવણી કરી હતી. આરોગ્યકર્મીઓએ પ્રસુતાને જરૂરી એવી બેબી કીટ પણ અર્પણ કરી હતી.

પ્રસૂતા માતાએ આ લેડી ડૉક્ટર્સ અને સ્ટાફ પ્રત્યે અહોભાવ પ્રગટ કરી, આરોગ્ય વિભાગનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Exit mobile version