Site icon Gramin Today

રાજ્યમાં ખાતરની અછત કે પછી યુરીયા ખાતરનો કાળો બજાર?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશભાઈ

ગુજરાતમાં અને સુરત જીલ્લામાં  કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હાલ ખેડૂતો માટે હાલ વાવણીનો સમય છે ત્યારે જે તે પાકના પાયારૂપ યુરિયા જેવા ખાતરોની જરૂર પડતી હોય છે પરંતુ માંગરોળ તાલુકાના વાંકલ ગામે વહેલી સવારથી 200-250 ખેડૂતોની ખાતર માટે લાંબી કતાર જોવા મળી હતી. પાછલાં ઘણા દિવસ થી ખેડૂતો કામકાજ છોડીને ખેડૂત સહાયતા કેન્દ્રમાં મળસકે થી લઈ સાંજ સુધી લગાવી રહ્યા છે લાઈન: સરકાર,તંત્ર અથવા જવાબદાર વિભાગના બેદરકારીનો ભોગ ખેડૂતો જ શા માટે?ખેડૂતોને સમજાતું નથી કે રાજ્યમાં ખાતરની અછત કે પછી યુરીયા ખાતરનો કાળોબજાર?

સુરત, તારીખ ૨૫; પાછલાં  કેટલાક દિવસો થી માંગરોળ પંથકમાં ખુબ સારો વરસાદ પાડ્યો છે તે વચ્ચે  ખેડૂતોનો પાક નિષ્ફળ જવાનો ડર થયો ઓછો પરંતુ  ખેડૂતો પાયાના  ખાતર માટે કેન્દ્રો પર  પડાપડી કરી રહ્યા છે ખાતર નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. સમયસર ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતો વહેલી સવારથી જ ખાતરનું વિતરણ શરૂ થાય તે પહેલા લાંબી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. આ સાથે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. વાંકલ વિભાગ મોટા કદની સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને ખાતરની જરૂર છે, પરંતુ  હાલ 12 ટન જેટલો ખાતરનો જથ્થો છે અને 70 જેટલા ખેડૂતોને ખાતર મળી રહેશે,  ખાતરનાં જથ્થાને ધ્યાનમાં રાખીને એક ખેડૂતદીઠ 3 બેગ આપવામાં આવી રહી છે. જ્યારે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હશે ત્યારે ખેડૂતોની જરૂરિયાત મુજબ ખાતરનો વિતરણ કરીશું એવું જણાવ્યું હતું. ગુજરાત સરકાર અને જવાબદાર વિભાગો ખેડૂતોની હાડમારીઓ કોરોના મહામારીમાં વધારી રહ્યાનાં લગાવ્યા ખેડૂતોએ આક્ષેપો :

Exit mobile version