Site icon Gramin Today

મૌલીપાડા ગામે વરસાદમાં વિધવા મહિલાનું ઘર તૂટી પડ્યું: મહિલાના માથે મોટી કુદરતી આફત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા

સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકાના મૌલીપાડા ગામે વાવાઝોડા, વરસાદ થી વિધવા મહિલાનું ઘર તૂટી પડ્યું  મજૂરી કામ કરીને જીવન ગુજારન  કરતી ગરીબ વિધવા મહિલાના માથે મોટી કુદરતી આફત આકાશ થી આવી પડી:


સમગ્ર  ગુજરાતમાં મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે  ત્યારે ઉમરપાડા તાલુકાના મૌલીપાડા ગામે વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદ થી વિધવા મહિલાનું ઘર તૂટી પડતાં વિધવા મહિલા નિરાધાર બની છે! 
ઉમરપાડા નવી વસાહત વિસ્તારમાં વરસી રહેલા અવિરત વરસાદ અને વાવાઝોડા થી મૌલીપાડા ગામે રહેતી જેમુબહેન તુકારામ વસાવા નામની વિધવા મહિલાનું ઘર વાવાઝોડુ અને અવીરત વરસતા  વરસાદથી તૂટી પડયું હતું  આ ઘટનામાં વિધવા મહિલાને ચમત્કારિક બચાવ થયો હતો મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી આ મહિલાના માથે કુદરતી આફત આવતા તેની સ્થિતિ હાલ દયનીય બની છે આ ઘટનાથી ગરીબ મહિલા ને પોતાનાં માથાની છત ગુમાવવાનો વારો આવ્યો છે! વરસાદી માહોલમાં સાથે કોરોના કહેર વચ્ચે મહિલાનું ઘરની છત  તૂટી પડતાં વિધવા મહિલા નિરાધાર બની જવા પામ્યા  છે, સાથેજ જીવન જરુરિયાતની તમામ ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે, એમ  ગરીબ મહિલાનાં  માથે  ખૂબ જ મોટું આર્થીક  નુકસાન આવી પડ્યું  છે, ત્યારે વહીવટીતંત્ર અને જવાબદારો તાત્કાલિક ધોરણે મહિલાને સહાય કરે તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

Exit mobile version