Site icon Gramin Today

મોળાઆંબા ગામે ફાંસો ખાધેલી હાલતમાં ત્રણ સભ્યો મળી આવતાં ગામમાં શોકનો માહોલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના મોળાઆંબા ગામે એકજ પરિવારના ત્રણ સભ્યો એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર:

મોળાઆંબા ગામે ફાંસો ખાધેલી હાલમાં એકજ પરિવારના ત્રણ સભ્યો મળી આવતાં ગામમાં શોકનો માહોલ બની જવા પામ્યો હતો. 

વાંસદા પોલીસ સ્ટેશનના સુત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર મોળાઆંબા ગામે ટાંકા ફળિયામાં રહેતા એકજ પરિવારના ત્રણ સભ્યો ભોગ બનનારમાં યોગેશભાઈ જતરભાઈ ઘાટળને છેલ્લા ઘણાં દિવસો થી લગાતાર તાવની બિમારીથી પીડાતા  હતા, અને પરિવારનાં વ્યક્તિઓનાં જણાવ્યા મુજબ  તેઓ મગજથી અસ્થિર પરિસ્થિતિમાં જીવતા  હતા,  તેઓ ઘરના સભ્યો કે અન્યો સાથે પણ વાતો ન કરતાં હતાં જેથી તેઓએ અગાઉ પણ  લગભગ ત્રણેકવાર ગળે ફાંસો ખાવાના પ્રયાસો કર્યા હતાં, પરંતુ તેમના પરિવારના સભ્યો દ્વારા બચાવી લેવામાં આવતા હતા. પરંતુ ગતરોજ  તારીખ 30.8.21 ના રોજ રાત્રિના સમયે તેઓના ખેતરમાં આવેલા આંબા ના ઝાડ સાથે પ્લાસ્ટિકની દોરી બાંધીને યોગેશભાઈ જતરભાઈ ઘાટળે આત્મ હત્યા નો ભોગ બન્યા પરિસ્થિતિમાં મળી આવ્યા હતાં.  સવારે તેમના માતા પિતાએ યોગેશભાઈ જતરભાઈ ઘાટળે, પુત્રની  શોઘ કરતાં તારીખ 31.8 .21 ના રોજ 11.30 વાગ્યે લગભગ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતાં પિતા જતરભાઈ ગોપજીભાઈ અને માતા મનકીબેન જતરભાઈ થી સહનશક્તિ ગુમાવવી બેઠતા બંનેએ આંબા ના ઝાડ પ્લાસ્ટિકના દોરડા વડે અલગ અલગ ફાંસો ખાવાના ચકચાર થી ગામના સરપંચશ્રી રોહિતભાઈ અને અન્ય  આગેવાનો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક વાંસદા પોલીસ સ્ટેશનમાં જાણ કરી વાંસદા પોલીસે પી. એમ. રીપોર્ટ અર્થે કોટેજ હોસ્પિટલ મોકલી દેવાયા હતાં. તમામ ઘટનાની જાણકારીઓ મરનાર યોગેશભાઈની બહેન રમીલાબેન જયેશભાઈ રાથડ રહે. મોળાઆંબા ગામે ટાંકા ફળિયામાં જ રહેતા એ વાંસદા પોલીસ મથકમાં વિગત જણાવી હતી. તેમ છતાં આ ઘટના અંગે  આગળ ની તજવીજ વાંસદા psi. પી.વી .વસાવા કરી રહ્યા છે. જોવું રહ્યું અગાઉ કેવો વળાંક આ દુખદ ઘટનામાં આવે છે.?

Exit mobile version