Site icon Gramin Today

મોદલા ગામમાં પાઈપલાઈનનુ ચાલતું વિકાસ કામ,  જેના લીધે થતો કાદવ કીચડ દૂર કરી રોડ સમારકામ કરવાની માંગ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નિઝર હિતેશ નાઈક

મોદલા ગામમાં ચાલતાં વિકાસ કામ પાઈપલાઈન માટે ખોદકામ કરેલ છે,  જેના લીધે થતો કાદવ કીચડ દૂર કરી રોડ સમારકામ કરવાની માંગ ઉઠી છે: 

ગામના એક જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી:

મોદલાં ગામમાં આવેલ પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજનામાં બનેલ રોડ ઉપરથી પસાર થતી પાણી પુરવઠાની પાઈપલાઈન માટે ખોદકામ કરવામાં આવેલ છે જેના લીધે ચોમાસાની ઋતુમાં રોડ પર કાદવ કીચડ થયો છે, રાહદારીઓના માથે અકસ્માત નુ જોખમ ઉભું થયું છે, જેને દૂર કરી રોડનું સમારકામ કરવા જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ છે.

તાપી જિલ્લાના કૂકરમુંડા તાલુકાના મોદલા ગામ ફરતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સડક બનાવેલ છે. જે સડક પરથી પાણી પુરવઠાની પાઈપલાઈનનું ખોદકામ કરવામાં આવેલ છે. જેનાથી વરસાદી ઋતુ દરમિયાન રોડ પર કાદવ કીચડ થઈ જાય છે. જેને કારણે આમ જનતાને અવરજવર માટે ખૂબજ હાલાકી ભોગવવી પડે છે. જેથી લોકોની સમસ્યાને દયાને રાખીને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કામ કરવામાં આવે એવી રજુઆત મોદલાં ગામના જાગૃત નાગરિક રવિભાઈ એન. વસાવા દ્વારા કૂકરમુંડા ટી.ડી.ઓને કરાઈ છે. અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે પણ અહીં આ રસ્તાનું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદી ઋતુમાં રોડ પર કાદવ કીચડ થઈ ગયો હતો જેને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી જે પગલે ગત વર્ષે પણ ગામના જાગૃત નાગરિકે રજુઆત કરી સમારકામ કરાવ્યું હતું. તો શું દરેક વખતે રજુઆત કરાય ને તો જ સમસ્યાનું નિરાકરણ આવે છે? તંત્ર પોતે લોકોની સમસ્યા જાણી કેમ લોકોને સુવિધા નથી પૂરું પાડતું એ સવાલ ગળે ઉતરે તેમ નથી. જોકે, હવે આ બાબતે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું..!

Exit mobile version