મારું ગામ મારાં ન્યુઝવિશેષ મુલાકાત

“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનના ભાગરૂપે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા

રાજપીપલા: તા.૧ લી મે થી તા.૧૫ મી મે,૨૦૨૧ સુધી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત ગુજરાતના સહકાર,રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ તા.૧૬ મી મે, ૨૦૨૧ ને રવિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે દેડીયાપાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેજપુરની મુલાકાત લેશે.

ત્યારબાદ, મંત્રીશ્રી સવારે ૧૧:૩૦ કલાકે દેડીયાપાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાપુર તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે સાગબારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવમોગરા, બપોરે ૦૨:૦૦ કલાકે નાદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુટા આબા, બપોરે ૦૩:૦૦ કલાકે તિલકવાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગર, બપોરે ૦૩:૪૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરીયા, બપોરે ૦૪:૧૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાઘપરા અને સાજે ૦૫:૦૦ કલાકે નાદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાછરસની મુલાકાત લેશે.

ત્યારબાદ મંત્રીશ્રી અનુકૂળતાએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ તરફ જવા રવાના થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है