Site icon Gramin Today

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના વિકાસ કામો મંજૂર કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશ ચૌધરી

સુરત જીલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના વિકાસ કામો મંજૂર કરાયા:

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના પ્રયાસથી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ત્રણ જેટલા રસ્તાઓને જોબ નંબર ફાળવી ગ્રાન્ટ મંજૂર કરાતા સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે માંગરોળ તાલુકાના મોલવણ ગામના એપ્રોચ રોડ માટે રૂપિયા ૭૦ લાખ .લવેટ હરિફળીયા રોડ માટે રૂપિયા ૬૦ લાખ તેમજ ઉમરપાડા ના જામણ ફળિયા રોડ માટે રૂ. ૨૦ લાખ મંજૂર કરાયા છે કુલ રૂપિયા.૧.૫૦ કરોડ ના કામો મંજૂર થયા છે,
માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત ઉપપ્રમુખ મીનાક્ષીબેન મહિલા તેમજ તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા સહિત તાલુકા ભાજપ સંગઠનના  અનેક આગેવાનો એ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો રસ્તાના વિકાસ  કામો મંજૂર કરાવવા બદલ આભાર માન્યો હતો.

Exit mobile version