Site icon Gramin Today

માંગરોળના મોટી પારડી ખાતે વિકાસ કામોનું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ  કરૂણેસભાઈ

સરકારશ્રીની વિકાસ યોજના અંતર્ગત ગામમાં ત્રણ લાખ રૂપિયાનાં ખર્ચે પેવર બ્લોક રોડ ખુલ્લો મુકવામાં આવ્યો: સાથે જ ૩૨૦૦ જેટલા વૃક્ષો રોપીને મોટીપારડી ગામે  વૃક્ષારોપણનાં  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

:

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાના મોટીપારડી ગામ ખાતે  સરકારની વિકાસ યોજના અંતર્ગત ગામમાં ત્રણ લાખ રૂપિયાનાં ખર્ચે પેવર બ્લોક રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેને સુરત જિલ્લા બીજેપીનાં પ્રમુખ દિલીપસિંહ રાઠોડે ગ્રામજનો માટે ખુલ્લો મુક્યો છે, સદર વિકાસ કામનાં લોકાર્પણ દ્વારા સમગ્ર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી,  આ કાર્યક્રમની સાથો સાથે મોટીપારડી ગામે ખેડૂતોનું ગુજરાત હરિયાળું ગુજરાત પ્રકૃતિ પ્રત્યે સામાજિક યોજના અંતર્ગત મોટીપારડી   ખાતે સામાજિક વનીકરણ જી-૧ હેઠળ આશરે ૩૨૦૦ જેટલાં ગામમાં જલાઉ, ઇમારતી તથા ફાળાઉ વૃક્ષોનું રોપણ કાર્યક્રમ કરવામાં  આવ્યો, સદર કાર્યક્રમમાં ગામનાં લોકો,આગેવાનો  સાથે પ્રમુખ  દિલીપસિંહ રાઠોડ, વિક્રમસિંહ મહીડા,આર.એફ.ઓ.ગઢવી, તથા મિર્ઝા હાજર રહ્યા હતાં વૃક્ષારોપણ સદર આગેવાનોનાં  હસ્તે કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં લોકોને દરેક ઘરનાં આંગણે એક વૃક્ષ રોપવા માટે ભલામણ કરવામાં આવી જેથી આવતી પેઢીને પાકૃતિક સંપત્તિનો વારસો આપવા જણાવ્યું હતું. સાંપ્રત સમયમાં ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લેતાં ઘર આંગણે અને ખેતરમાં  એક વૃક્ષ અવશ્ય રોપવા લોકોને અવગત કર્યા હતાં.

Exit mobile version