Site icon Gramin Today

બેદરકાર તંત્રના પાપે સરકારનાં વિકાસના દાવાઓ વાંસદાનાં ખાટાઆંબામાં પોકળ સાબિત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે પીવાનાં પાણીનો કકળાટ લોકો બન્યા લાચાર: માથે બેડા લઇ કિલોમીટર સુધી ચાલવું…. સરકારનાં વિકાસના દાવાઓ ખાટાઆંબામાં પોકળ સાબિત થાય  છે, 

આજે પણ આ ગામમાં લોકો  વિકાસની રાહ જોઈ બેઠાં છે, રાજકારણીઓનાં ખોટા વાયદા અને આશ્વાસનો સાંભળી વર્ષો વીતી ગયા,  ખાટાઆંબા ગામે રસ્તા પાણી વિના આદિવાસીઓના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે.! પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગામ સંકટ ભરી સમસ્યાથી ઝઝુમી રહ્યો છે.!

હમણાંજ સ્થાનિક સ્વરાજ ની ચુંટણી પૂર્ણ થઇ આ વિસ્તારમાં રાજ્ય, કેબીનેટ, કેન્દ્રીય કક્ષાનાં મંત્રીઓ અને પ્રચાર માટે આવતાં હોય છે, ત્યારે વિચારવું રહ્યું કે વિકાસ ના નામે લોકોને છેતરવામાં આવે છે કે પછી લોકો તંત્ર ને ગુમરાહ કરે છે ?

ભરઉનાળે મહિલાઓ ખુલ્લા પગે ઝળહળતા તાપમાં ૧ કી,મી થી દૂર નદી અને  કુવા સુધી પોતાની તરસ છિપાવવા જવુ પડે છે. બેદરકાર તંત્રના પાપે પાણીના ફાંફા..! ખાટાઆંબાના લોકોની જીદગી બની ચુકી છે બદતર:

વાંસદા: હાલમાં કોરોનાના કહેર વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યાં છે ત્યાં તો ઉનાળાના બળબળતા તાપમાં વાંસદાના ખાટાઆંબા ગામે પાણીની પોકાર લોકો લાચાર બન્યા છે. ખાટાઆંબા ગામને અડીને જૂજડેમ નજીક હોવા છતાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો ને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે. જો કે વિકાસની વાત થતી હોય તો સરકારે અંતરિયાળ વિસ્તારને નજર અંદાજ નહિ કરવું જોઈએ હાલમાં ખાટાઆંબા ગામમાં પાણી માટે ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓ વિના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેઃ વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામે કાહડોળપાડામાં વસતા 20 જેટલા પરિવારના આશરે 120 લોકોને આઝાદીના વર્ષો બાદ પણ સરકારની વિવિધ યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે. આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી અને રસ્તા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા 1કિ.મી જેટલું અંતર કાપી દૂર સુધી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. લાંબુ અંતર કાપ્યા બાદ ત્યાપણ માત્ર કુદરતી પાણીના ઝરા દ્વારાજ લોકોએ પાણી ભરવું પડે છે, અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે. સ્થાનિક પરિવાર પાસેથી જાણવા મુજબ અહીના લોકો એક ટબમાં ઊભા રહી હાથ-પગ ધોઈ ફરથી એ પાણીનો બીજા કોઈ અન્ય કામમાં ઉપયોગ કરવા મજબુર બની રહ્યા છે. તેમજ ઉનાળાના સમયમાં આ પાણીના ઝરાઓ સુકાઈ જતા લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર થઈ જતી હોય છે.
કાહડોળપાડા ખાતે રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા કપચી મેટલ નાખીને ચાર પાંચ માસ વીતી ગયા હોવા છતાં આજદિન સુધી કોઈજ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે અહીંના લોકોને આકસ્મિક સમય હોય, કોઈ દુર્ઘટના કે મહિલાઓને પ્રેગનેન્શી દરમ્યાન સરકાર દ્વારા ફાળવેલ 108 એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓથી પણ વંચિત રહેવું પડે છે. જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી થઈ છે.

Exit mobile version