Site icon Gramin Today

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવી;

 ગુજરાત માં રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય વન દિવસ ની ઉજવણી કરી રહી છે, ત્યારે નર્મદા જીલ્લાના પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

 સૌ પ્રથમ શાળામાં બાયસેગના માધ્યમથી ગુજરાત સરકારની વિશ્વ વન દિવસ ની ઉજવણી તેમજ વનીકરણ અને વનનુ મહત્વ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓ અને મહાનુભાવો દ્વારા સમજાવવામાં આવ્યું, તે પ્રસારણ શિક્ષકો વિદ્યાર્થીઓ એસએમસી સમિતિના સભ્યો મધ્યાહન ભોજન સ્ટાફ કુલ ૧૧૪ લોકોએ આનો લાભ લીધો હતો, ત્યારબાદ શાળાના કંપાઉન્ડમાં એસએમસીનાં સભ્યો, શિક્ષકો, મધ્યાહન ભોજન સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યશ્રી કાલિદાસ રોહિતે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે વૃક્ષો થકી અને વન થકી આપણું મનુષ્યજીવન ચાલે છે, વૃક્ષો આપણને જીવવા માટે ઓક્સિજન પૂરો પાડે છે, જો વૃક્ષ અને વન નું જતન નહીં કરીએ તો મનુષ્ય જીવન ખતરામાં આવી જશે, જેથી વૃક્ષો વાવીને તેનું જતન કરો આમ શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસે વૃક્ષો વિશે તમામ ને માહિતગાર કર્યા હતા.

Exit mobile version