Site icon Gramin Today

પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પેણધાનો ‘જાનકીધોધ’ કહેવાય છે કે અહિયાં  દેવોએ સ્નાન કર્યું હતું એવી લોકવાયકા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

અજાણ્યો પરંતુ અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પેણધાનો ‘જાનકીધોધ’ કહેવાય છે કે અહિયાં  દેવોએ સ્નાન કર્યું હતું એવી લોકવાયકા ધરાવતા જાનકીધોધનો અનોખો ઈતિહાસ..!

વલસાડ: ચોમાસુ શરૂ થતાં જ જિલ્લાનો વનરાજી ધરાવતો વિસ્તાર એકદમ લીલોછમ થઈ જાય છે. ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું પાણી પડતાં જ ઠેર ઠેર નાના-નાના ઝરણા જીવંત બની વહેવા માંડે છે. ડુંગરો પરથી નીકળીને નદીને મળવા આતુર બનેલા ખળ ખળ વહેતા ઝરણાં કેટલાક સ્થળોએ ધોધ સ્વરૂપે જોવા મળે છે, આવા જ અદભૂત દ્રશ્યો રોમાંચિત કરે છે. ડુંગરાળ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે અનેક જગ્યાએ ધોધ તો જોવા મળે છે પરંતુ કેટલીક એવી જગ્યાઓ પણ છે કે જ્યાં ધોધની સાથે દંતકથા કે લોકવાયકા જોડાયેલી હોય છે.

એવો જ એક ધોધ એટલે ધરમપુર તાલુકાના પેણધાનો ‘જાનકીધોધ’. લોકવાયકા છે કે, દેવોએ જે જગ્યાએ સ્નાન કર્યું હતું એવું સ્થળ એટલે પેણધા ગામના આંઘોળી ફળિયાનો ‘જાનકીધોધ’. આંઘોળી એટલે સ્થાનિક વારલી ભાષામાં ‘આંઘળવું’ જેનો અર્થ થાય છે ‘સ્નાન કરવું’. ધરમપુરથી ૨૯ કીમીના અંતરે નારનદીના કિનારે વસેલું છે પેણધા ગામ. ધરમપુરથી ધામણી જતા માર્ગ પર ફૂલવાડી ગામથી શરૂઆત કરી નદીના સંગાથે પેણધાના આંઘોળી ફળિયા સુધી પહોચાય છે. નયનરમ્ય જાનકીધોધ આગળ જઈ થોડા જ અંતરે નારનદીને મળે છે.

જાનકી ધોધ વલસાડના ધરમપુરમાં પ્રખ્યાત પેંડા વન્યજીવ અભયારણ્યની નજીક આવેલું છે. તે વલસાડ શહેરથી 55km દૂર અને ધરમપુરથી 29km દૂર છે. તે સુરત અને તાપી જીલ્લા સૌથી નજીકનું જાનકી ધોધ છે અને દરિયાની સપાટીથી 840 મીટર ઉપર આવેલું છે. પેંણધા  પર્વતારોહણ અને રોક ક્લાઇમ્બિંગ જેવા સાહસો માટે પણ યોગ્ય છે. અને પેંણધા થી થોડે દૂર જાનકી ધોધ છે. તે ધરમપુર તહસીલનો સૌથી ઉંચો ધોધ છે. તે પેંણધા થી માત્ર 2 કિમી દૂર છે.  ધોધની નીચે પહોંચવા માટે માત્ર 10 મિનિટ ચાલવું પડે છે. ચોમાસામાં આ મહિનો જીવંત થયેલ  સ્થળોની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પેંણધા જંગલ અને જાનકી ધોધની ખીલી ઉઠેલી  હરિયાળી તેમના વિચિત્ર લેન્ડસ્કેપ્સ દ્વારા લોકોને આકર્ષિત કરે છે.

ધરમપુર તાલુકાના ચીચોઝર ગામના ડુંગરોમાં સ્થિત અત્યંત રળિયામણો એવો બીજો  ‘શિવધોધ’..આવેલ છે, જીવંત થયેલી વનરાજી વચ્ચે પ્રકૃતિના સૌંદર્યમાં વધારો કરતાં આવા ધોધને નિહાળવાનો લ્હાવો કંઈક અનેરો છે…

Exit mobile version