Site icon Gramin Today

પીપલોદ થી ડાબકા ગામનો ધૂળીયા માર્ગને પાકો બનાવવાની ગ્રામજનોની માંગ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

પીપલોદ થી ડાબકા ગામનો ધૂળીયા માર્ગને પાકો બનાવવાની ગ્રામજનોની માંગ;

આઝાદી ના 75 વર્ષ બાદ પણ દેડીયાપાડા પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નામે મીંડું;

ભારત દેશ સહિત ગુજરાત માં આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહી છે, છતાં પણ આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત છે.

ડેડીયાપાડા તાલુકાના અનેક રસ્તાઓ આઝાદીનાં ૭૫ વર્ષ બાદ પણ પાકા બન્યા જ નથી, એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે, તેનો સર્વે કરાવી તેને તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગ ઊભી થઈ છે.

દર પાંચ વર્ષે અમને મળવા અને અમારા મતો લેવા  આવતાં નેતાઓના ઘરે ધરણા પર બેસવા મજબુર નહી કરશો…..! 

આવી જ રીતે ડેડીયાપાડા જંગલ વિસ્તાર પીપલોદ થી ડાબકા નો રસ્તો જે ૮ કિલોમીટરનો માર્ગ હજુ સુધી પાકો બન્યો જ નથી અથવા તો કદાચ ભૂતકાળમાં બન્યું હશે ,તો કાગળ પર હશે પરંતુ આ રોડ બન્યો જ નથી જેના કારણે ચોમાસા, ઉનાળા, શિયાળા માં આ વિસ્તારના સેકડો લોકોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે જ રીતે રોડ પાકો ન હોવાના કારણે અહીં એસટી બસ નથી આવતી કે નથી એમ્બ્યુલન્સ 108 આવી શકતી, જેના કારણે આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હાલ તેમનો પ્રવાસ ચાલી રહ્યો છે, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અહી ગુજરાત પ્રવાશે હોય વિકાસ શક્તિ થી ભાજપની જીત થાય છે ત્યારે અને સરકાર તો કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં સ્થાનિક તંત્ર જ આ જવાબદારી પૂરી કરી શકતું નથી કે પછી કયું કારણ છે, કે દુર્ગમ વિસ્તારને રોડ જેવી પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી વડાપ્રધાન જ કહે છે કે જ્યાંથી પાકો રસ્તો પસાર થશે આ વિકાસ જરૂર થશે તો પછી અહીં શા માટે વિકાસ માટે રસ્તો તૈયાર કરવામાં નથી , આવતો તે પણ એક પ્રશ્ન છે પરંતુ આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટર સાઈકલ ચાલકો યુવાનો, સ્ત્રીઓ, વૃદ્ધો સહિતબીમાર સહિત તમામ લોકો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે.

આ બાબતે પત્રકાર મિત્ર સાથે વાતચીત કરતા 80 વર્ષીય બોટિયાભાઈ વાડગીયા વસાવા એ દુઃખ સાથે જણાવ્યું કે આ રસ્તો હજુ બન્યો નથી, ખૂબ મુશ્કેલીનો અમારે સામનો કરવો પડે છે, ચોમાસામાં પણ આ રસ્તો જ્યારે બંધ થઈ જાય છે કાદવ કીચડ વાળો થાય છે, જ્યારે અમે 12 કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, તાલુકા મથક આપવામાં મુશ્કેલી પડે છે, અમારા કોઈ કામ થતાં નથી હજુ આઝાદી ના મળી હોય તેવું લાગે છે.

વધુમાં ગ્રામજનોએ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો ચુંટણી પહેલા અમારી જરૂરિયાતો નહિ સંતોષવામાં આવે તો અમે આદોલન સાથે ચુંટણી બહિસ્કાર કરીશું ની ચીમકી ઉચ્ચારી હતી.

Exit mobile version