શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
કલેક્ટરશ્રી તાપી મારફતે પાર-તાપી નર્મદા લીંક પ્રોજેકટ ને રદ કરવા બાબતે રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું:
આદિવાસી હંમેશા પ્રકૃતિ પ્રેમી રહ્યો છે માટે પ્રકૃતિ બચાવવા માટે અંતિમ શ્વાસ સુધી લડી લેવાના મુડ માં!
ઉકાઈ જળાશય ની બાજુનું ગામ મીરકોટ આજે પણ પીવાનાં પાણીની સમસ્યા થી જજુમે છે, વિસ્થાપન કાર્ય કરવા સરકાર ૧૦૦% સફળ રહી નથી તો ખાનગી કંપનીઓ કેવી રીતે વિસ્થાપીતો ને પુનઃવસવાટ માટે કાર્ય કરશે…?
કોવીડ-૧૯ ની ગાઈડલાઈન ને લઇ સમસ્યા લઈને આવેલા લોકો ને કચેરીમાં જતાં અટકાવવામાં આવ્યા, અને સમસ્યા લઈને આવેલા આગેવાનો સાથે વાત કરતાં અધિકારીએ અગાઉ થી સમય લેવા માટે જણાવ્યું હતું, સમગ્ર મામલો જોતા આદિવાસી બહુલક વિસ્તારમાં અને પીડિત લોકોને પણ સંભાળવા તંત્ર પાસે સમય નથી તેમ લોકોએ ઉમેર્યું હતું;
બંધારપાડા ગામનાં લોકો અને ખરસી ગામનાં સરપંચ અને આદિવાસી સમાજનાં સામાજિક કાર્યકરોની હાજરીમાં કલેકટર તાપી દ્વારા રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું:
વિષય :પાર-તાપી નર્મદા લીંક પ્રોજેકટ ને રદ કરવા બાબત
આવેદનપત્ર દ્વારા લખી જણાવ્યુ હતું કે, અમો ભારતના સંવિધાનના અનુચ્છેદ 244 (1) તથા 5મી અનુસુચિના વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં કુટુંબ કબિલા સાથે રહીએ છીએ.
અમો દક્ષિણ ગુજરાતનાં આદિવાસીઓ નીચેના મુદ્દાઓને કારણે પાર-તાપી- નર્મદા લીંક પ્રોજેકટ ને રદ કરવાની માંગ સાથે આપના મારફતે રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીએ છીએ. અત્યાર સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારમાં 11 જેટલા નાના મોટા ડેમો બન્યા છે. ઉદા.ધરોઇ ડેમ, કડાણા, વાણક્બોરી, સરદાર, ઉકાઈ, કાકરપાર એમાં વિસ્થાપિત થયેલ લોકોનું હજી સુધી પુનર્વસન થયું નથી. તેમજ આદિવાસી વિસ્તારમાં પાણી
આપવાની જે વાત હતી તે ડેમ બન્યા ને આટલા વર્ષોમાં પણ આપી શક્યાં નથી. જેથી અમો અમારા વિસ્તારમાં ડેમો બનાવવા દેવા માંગતા નથી.
આદિ-અનાદિકાળથી આદિવાસી સમુદાય ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં પ્રકૃતિના ખોળે જીવતો આવ્યો છે અને પ્રકૃતિને બચાવતો આવ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આદિવાસીઓને જ વિસ્થાપિત થવાનો વારો આવ્યો છે.
અમો વિસ્થાપિત થવા માંગતા નથી. જેથી અમારા શિડ્યુલ 5 વિસ્તારમાં કોઈપણ ડેમો મંજૂર નથી.
દેશમાં જ્યાં જ્યાં ડેમો થયા છે ત્યાં 60% જેટલા આદિવાસીઓ વિસ્થાપિત થયા છે.
આજ દિન સુધી માત્ર સરકારી સત્તાવાર આંકડાઓ છે તેનાં કરતા ૨ ગણા લોકોને પ્રોજેક્ટ નાં નામે વિસ્થાપીત કરાયા છે, જે અમારી અને આપની સામે ઉદાહરણો છે. માટે શિડ્યુલ 5 વિસ્તારમાં હવે પછી કોઈપણ ડેમ બનાવવા અમોને મંજૂર નથી.
પાર- તાપી-નર્મદા લીંક પ્રોજેકટથી જ્યાં ડેમ બનશે ત્યાં થી નીચે દરિયા સુધી નદીઓ સૂકી થઈ જશે, જેમાં અસંખ્ય વનસ્પતિ – પ્રાણી, જીવજંતુ, દુર્લભ અને લુપ્તપ્રાય વનસ્પતિઓ, ઔસધીઓ નાશ પામશે અને નદીઓ મૃતપાય: થશે.
પાર- તાપી નર્મદા લીંક પ્રોજેકટ માં સરકારના રિપોર્ટ મુજબ 15726 કુટુંબો વિસ્થાપિત થશે સાથે 48375 હેક્ટર જંગલ ડૂબાણમાં જશે. અમારા સર્વે મુજબ આના કરતાં 2 ગણા કુટુંબો અને જંગલ ડૂબાણ માં જાય છે. ઉદા. રિપોર્ટ માં માલિન ગામ ડૂબે છે અને ગાંગડી ગામ નથી ડૂબતું પરંતુ ખરેખર ભૌગોલિક રીતે ગાંગડી ગામ નદીના પટ પાસે છે તો એ ગામ પહેલા ડૂબે પછી માલીન ગામ ડૂબે. આ રીતે જોતાં પ્રોજેક્ટ પણ તદ્દન ખોટો છે.
વિદેશોમાં વખતો વખત નદીઓને જીવિત રાખવા રશિયામાં 3450 અને અમેરીકામાં 1200 જેટલા ડેમો તોડી નાખવામાં આવ્યા. તો ભારતમાં આપણી નદી પર ડેમો બનાવી કેમ મૂર્ખ બનાવવામાં આવે છે.
ગુજરાત સરકારે હાલમાં જ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કર્યો છે. એક માત્ર જિલ્લો એવો છે જે પ્રાકૃતિક ખેતી કરે છે આવા વિસ્તારને ડૂબાડીને ક્યા પ્રકારનો વિકાસ કરવા માંગે છે સરકાર ?
અમે આદિવાસી ભાઇચારા અને શાંતિ થી પ્રકૃતિના ખોળે રહેવા માંગીએ છીએ.
ડાંગ જીલ્લામાં 2018 ના સમય ગાળામાં વાઘ જેવા દુર્લભ પ્રાણી રહેતા હોવાની વન વિભાગ અને સ્થાનીય લોકોએ સમર્થન આપેલ.
આવા દુર્લભ પ્રાણી રહેતા હોય એવા વિસ્તારને ડેમ બનાવી ડૂબાડવા માંગતા નથી.
ગુજરાતની આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિકાસના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
પાલનપુર-બનાસકાંઠા માં આદિવાસી વિસ્તાર માં જે ખાણો ચાલે છે એ બિન આદિવાસી ને આપી આદિવાસીઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે.
ગુજરાત ની આદિવાસી પૂર્વ પટ્ટીમાં આદિવાસી વિસ્તાર દાહોદ -ઝાલોદ માથી ઇડસ્ટ્રિયલ કોરિડોરના નામે વિસ્થાપના કરાયા,
રતનમહાલ ના જંગલમાં રીંછ અભ્યારણ ના નામે ત્યાં વર્ષોથી રહેતા આદિવાસીઓને વિસ્થાપન કરવાનું ષડયંત્ર જોવા મળે છે.
કેવડીયામાં રાજનેતાઓના dream પ્રોજેક્ટના નામે લાખો આદિવાસી અને સેંકડો ગામોનુ અસ્તિત્વ ગાયબ કરવામાં આવ્યુ છે.
અત્યારે દક્ષિણ ગુજરાતમાં જીતના લૂટના હૈ ઉતના લૂટ લો” નો માહોલ ઊભો કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે સરદાર સરોવર ડેમ, તાપી પર ઉકાઈ, કાકરાપાર અણુમથક, ડોસવાડા ઝીંક પ્રોજેકટ, પાર- તાપી નર્મદા લીંક જેવાં અનેક પ્રોજેકટ અમો પર્યાવરણ, પ્રકૃતિ, માનવ –પ્રાણી, જીવજંતું ને નુકશાન થાય એવા દરેક પ્રોજેકટનો વિરોધ કરીએ છીએ.
અમોને કોઈપણ ભોગે અમને પાર- તાપી – નર્મદા લીંક પ્રોજેકટ મંજૂર નથી, અને જો આ બાબત ની નોધ ગંભીરતા થી ના લેવામાં આવે તો અમોને આવનારા સમયમાં આદિવાસી પૂર્વ પટ્ટામાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. જેની સંપૂર્ણ જ્વાબદારી સરકારની રહેશે. એવું આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.