Site icon Gramin Today

પંચમહાલ શહેરાતાલુકાનાં ચોપડાખુર્દ ગામે બે પરિવારો વચ્ચે થઇ તકરાર,

પંચમહાલ  શહેરાતાલુકાનાં ચોપડાખુર્દ  ગામે બે પરિવારો વચ્ચે થઇ તકરાર, 

શહેરાનાં ચોપડાખુર્દ ગામે બારીયા પરિવારમાં પ્રેમ પ્રકરણથી થયું ધીંગાણું પ્રાપ્ત માહિતી મુજબ ચોપડાખુર્દનાં બારીયા ફળિયામાં  રહેતાં રાધાબેન રાજેન્દ્રસિંહ બારિયાના પુત્ર. નીતિનભાઈ  ઉ.વ.આ. પુખ્ત વયનાં ની રતનસિંહ ફતેસિંહ બારીયાની પુત્રી પુખ્તના સાથે આંખ મળી જતાં સબંધો વિકસ્યા હતાં, અને થોડાં દિવસ પહેલાં બંને ઘર છોડી ભાગી ગયા હતા, જેથી પિતા રતનસિંહ ફતેસિંહ બારીયા અને અન્ય ત્રણ ઇસમો હાથમાં લાકડીઓ લઇ રાધાબેન રાજેન્દ્રસિંહ બારિયાના ઘરે આવી ‘અમારી છોકરીને તમારો છોકરો ભગાડી ગયો હજુ કેમ શોધી લાવ્યા નહિ’ એવું કહીને ગાળા ગાળી કરી હતી અને ઘર નજીક ઉશ્કેરાયને આવતા જોઈ તકરાર થવાની બીકે જાનનું જોખમ હોય   રાધાબેન તથા તેમનાં પતિ રાજેન્દ્રસિંહ બારિયા ઘર છોડીને ભાગી ગયા હતા ઘરમાં રહેતાં રાધાબેનના સાસુ ધોળીબેન પણ ભાગવા જતાં  વાડામાં પડી ગયા ત્યાજ ધોલીબેનને બંને પગોમાં લાકડી દ્વારા ફટકાનો માર મારનાર રતનસિંહ ફતેસિંહ બારીયા,  બળવંતસીંહ અભેસિંહ બારીયા, વખતસિંહ ફતેસિંહ બારીયા, રાજેન્દ્રસીંહ અભેસિંહ બારીયા રેહ.ચોપડાખુર્દ વાઢી ફળિયુંનાં ઓ  મળીને ચારેય ઈસમોએ ઘર વખરીને નુકશાન પોહ્ચાડવાનું ચાલું કર્યુ હતું રાધાબેનનાં ઘરનાં નળિયાં ફોડી નાખ્યા હતાં, અને વાસણો ઘર બહાર ફેકી તોડફોડ મચાવી હતી, અને ઘર વખરીને જાનમાલને નુકશાન પોહ્ચાડતા, પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા નજીકનાં પોલીસ સ્ટેશને ચારેય ઇસમો વિરુધ્ધ રાધાબેન રાજેન્દ્રસિંહ બારિયાએ ફરિયાદ નોધાવી હતી, અને સદર કામનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે,   શ્રોત. શાહીન શેખ, શહેરા [પંચમહાલ]

Exit mobile version