Site icon Gramin Today

નેત્રંગ ગ્રામ પંચાયતનાં વારીગૃહમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ 6 માસથી બંધ હાલતમાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

નેત્રંગ ગ્રામ પંચાયતનાં વારી ગૃહમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ 6 માસથી બંધ હાલતમાં!  આરોગ્ય લક્ષી અને મની અર્નિંગ પ્લાન્ટ તંત્રની બેદરકારી દ્વારા ખંડેર માં પરિણામે તો નવાઈ નહી..!! 

નેત્રંગ ગ્રામ પંચાયત છેલ્લા કેટલા સમયથી વિકાસના કામો, સુવિધા પૂરી પાડવાના બાબતો માટે આક્ષેપોથી ધેરાયેલી રહે છે. નેત્રંગ ગ્રામ પંચાયતનાં વારી ગૃહમાં ગ્રામજનો માટે પીવાના પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ગ્રામ પંચાયત દ્વારા મુકવામાં આવ્યો હતો. જેનાથી સસ્તુ અને સારી ગુણવત્તાવાળુ પીવાનું પાણી મળી રહે એ હેતુ હતો, પરંતુ છેલ્લા છ માસથી પણ વધારે સમયથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી વહીવટીતંત્ર સામે ગ્રામજનોમાં છૂપો રોષ વ્યક્ત ભભૂકી ઉઠયો છે.

નેત્રંગ ગ્રામ પંચાયત હસ્તકનો આ ફિલ્ટર પાણીનો પ્લાન્ટ ઘણાં સમય થી બંધ હોવાથી લોકો ત્રણથી ચાર ઘણાં વધુ નાણાં ચુકવી ફિલ્ટર પાણી લેવા મજબુર બન્યા છે. જેનાથી નેત્રંગ ખાનગી ફિલ્ટર પાણી ચલાવતા પ્લાન્ટ વાડાની ચારેય આંગળી હાલ ધી માં તરબોળ છે.

હાલ આકરો ઉનાળો ચાલી રહ્યો છે અને લોકોને પાણીની વધારે જરૂરિયાત હોવા છતાં પંચાયત બેદરકારી થી નેત્રંગ વારીગૃહ બંધ થતાં પંચાયતની આવક પણ બંધ થઈ છે. આમ મફતના ભાવે મળતું પાણી હવે લોકોએ બહારથી લાવવું પડે છે.

નેત્રંગ ગ્રામ પંચાયતની વહીવટી નવી બોડી ચૂંટાઈ ને આવી પણ સમસ્યાઓ તો તેમની તેમજ રહી છે. અને ગ્રામ પંચાયત પાણી જેવાં પાયા ના પ્રશ્નોનું નિરાકરણ કરે છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Exit mobile version