Site icon Gramin Today

નિવાલ્દા ગામને ઓ.ડી.એફ. (Open defecation free) ગામ તરીકે પસંદગી કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડાનું નિવાલ્દા ગામ સમગ્ર આદિવાસી વસ્તી ધરાવતાં ગામને ઓ.ડી.એફ. (Open defecation free) ગામ તરીકે પસંદગી કરાતા ખુશીનો માહોલ, 

ડેડીયાપાડા નાં નિવાલ્દા ગામના કોમ્યુનિટી હોલ ખાતે તારીખ 18 જૂન 2021શુક્રવારના રોજ ગ્રામસભા થઈ અને ગામની સમગ્ર  જરૂરિયાત નું સર્વે કરવામાં આવ્યું.

સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ દ્વારા નિવાલ્દા ગામની મુલાકાત લીધી હતી, જેમાં પંચાયતની કામગીરી બિરદાવી સાથે ખુલ્લામાં શૌચમુક્ત અભિયાન અંતર્ગત ઘન-પ્રવાહી કચરાનો નિકાલ, ડ્રેનેજ, ઉકરડા સહિતની કામગીરી માટેની ચર્ચા કરી હતી. ગ્રામ વિકાસ માટે અન્ય યોજના માટે પણ સફળતા રહેશે તેમ જણાવ્યું હતું.

ગામમાં મીટિંગ, વેસ્ટ માંથી બેસ્ટ, લાયબ્રેરી, જાહેર સંદેશ માટે માઈક, સ્વચ્છ અભિયાન, કોરોનામાં વિતરણ, સેનેટાઈઝર માટે દેશી પદ્ધતિ, જરૂરિયાતમંદોને સહાય જેવા જનહિતના કાર્યો સાથે ગામ વ્યસનમુક્ત બને તથા એકતા, સંઘભાવના માટે પંચાયત સતત કાર્યરત રહે છે.

આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ વસાવા, તલાટી સભ્ય, ગામના આગેવાનો, ડી.આર. ડી. શાખાનાં અધિકારી તેમજ પ્રાઈમ મુવ કંપની નાં અધિકારી હાજર રહ્યા હતા.

Exit mobile version