શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાના તાલુકા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું:
દેડીયાપાડાના બી. આર. સી.ભવન ખાતે તાલુકાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વસાવા રામજીભાઈ હીરીયા ભાઈ અને બી. આર. સી. કોર્ડીનેટર શ્રી.તેજસભાઇ વી.વસાવા તેમજ ઇન્ચાર્જ બ્લોક એમ.આઈ.એસ. શ્રી.વસાવા વિનય ભાઈ રવિશભાઈ , તેમજ 20 ક્લસ્ટરના સી.આર. સી. કોર્ડીનેટરશ્રીઓ.ના હસ્તે ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું કરવામાં આવ્યું.. જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોનાં શિક્ષણને સુધારવા અને ટેબ્લેટ દ્વારા ઓનલાઇન હાજરી પુરવાને રાજ્ય સરકારની હોમ લરનિંગ શિક્ષણ આપવાનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉપકરણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઘણું ઉપયોગી બનશે.