Site icon Gramin Today

નર્મદામાં પોલિટેકનિકલ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” અંતર્ગત કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા, સર્જનકુમાર

નર્મદામાં પોલિટેકનિકલ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી  કાર્યક્રમ યોજાયો હતો;

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી. પર્યુષાબેન વસાવા, ધારાસભ્યશ્રી. પૂર્વેશભાઈ મોદીની  અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો;

તા.૯,ઓગષ્ટ સોમવાર નાં રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, સમગ્ર રાજ્યમાં સુશાસન ના પાંચ વર્ષ ની ઉજવણી ચાલી રહી છે આજે ઉજવણી અને સેવા યજ્ઞ નો છેલ્લો દિવસ છે,  આજનાં  કાર્યક્રમની રૂપરેખામાં સૌપ્રથમ દિપપ્રાગ્ટય, મહાનુભાવોનું સ્વાગત તાલુકા વિકાસ અધિકારીશ્રી. કનૈયાલાલ વસાવા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું, ત્યાર બાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું, કાર્યક્ર્મ માં મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને વિવિધ પ્રકારના લાભોનું ચેક, કીટ્સ  વિતરણ કરવામાં આવ્યું, ત્યાર બાદ કાર્યક્ર્મ નું સમાપન કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પર્યુશાબેન વસાવા, સુરત  ધારાસભ્યશ્રી પૂર્વેશભાઈ મોદી, માજી જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી હિતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તારાબેન રાઠોડ, મામલતદાર શ્રી.એ.સી. વસાવા, તાલુકા વિકાસ અધિકારી શ્રી.કનૈયાલાલ વસાવા, તેમજ દેડીયાપાડા તાલુકા વહીવટી તંત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version