Site icon Gramin Today

ધુડા ગામે આસમાની વીજળી પડતાં ચાર વ્યક્તિઓને ઇજા: સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, રામુભાઇ માહલા ડાંગ 

ડાંગ જિલ્લામા  ગાજવીજ અને પવન સાથે ના ભારે વરસાદની આગાહી વચ્ચે આસમાની આફતે 4 ને ઘાયલ કર્યા:

ધુડા ગામે વીજળી પડતાં ચાર વ્યકતિઓ ઘાયલ સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત મળેલ માહિતી અનુસાર આશરે ૭:૩૦ દરમિયાન પોતાનાં કાચું ઘરોમાં ઊંઘવા ના સમયે અચાનક મોટા અવાજે તડાકાભેર વીજળી પડતાં ચાર વ્યક્તિઓ  (૧) લતાબેન દીનેશભાઈ વાઘમારે (૨) સોમુએલ ભાઈ જયેશભાઈ વાઘમારે (3) પ્રેમિલાબેન રામચંદ્રભાઈ (૪) તારા બેન રામચંદ્ર ભાઈ  નામનાઓ દરેક ધુડા ગામનાં ચિકાર ફળીયા ના દરેક અલગ અલગ બે ઘરો મા સુવાની તૈયારીઓ કરી રહયા હતા તે દરમિયાન અચાનક આસમાની વીજળી પડતા ઘાયલ થવા પામ્યા હતા. 

ધુડા ગામનું ચિકાર ફળિયામા અવરજવર માટે રસ્તા જેવી કોઈ સુવિધાઓ નહિ હોવાને કારણે  આવા ઇમર્જન્સી સમયે ઝોળી મા ઊંચકી ને ૧ કિલોમીટર જેટલું  લાંબુ મેઈન રસ્તા પર લાવી ને ૧૦૮ને કોલ કરતા સમય વધી જતાં ખાનગી જીપ ભાડે કરી ને આહવા સિવિલ હોસ્પિટલ લઈ જતાં ધવલિદોડ ગામ પહોંચતા ૧૦૮ રસ્તામાં આવી જતાં  ત્યાર બાદ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા.

તત્કાલીન ધોરણે સારવાર મળી રહેતાં હાલ મા સોમુયેલભાઈ ને તબિયતમા રાહત મળી છે અને સામાન્ય ઇજા ગ્રસ્ત ૩ પેશન્ટ ની સારવાર હજુ ચાલુ છે.

Exit mobile version