Site icon Gramin Today

દેડીયાપાડા ખાતે “નારી ગૌરવ દિવસ “ નિમિત્તે તાલુકાકક્ષાનો કાર્યક્રમ યોજાયો;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આજે “ નારી ગૌરવ દિવસ “ અંતર્ગત કામરેજના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાવાડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પયુર્ષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા, પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિંહ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શંકરસિંહ વસાવા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, અધિકારીશ્રી ઓ- પદાધિકારીશ્રીઓ સહિત સખી મંડળની બહેનોની ઉપસ્થિતિમાં દેડીયાપાડામાં પોલીટેકનીક કોલેજ ખાતે આયોજિત તાલુકાકક્ષાનનો “ નારી ગૌરવ દિવસ” કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાવાડીયાએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસના સોપાનો સર કર્યાં છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું કે, હિન્દુસ્તાનની બહેનો ” આત્મનિર્ભર” બને, ત્યારે રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકીને મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. નર્મદા જિલ્લાના દેડીયાપાડા અને સાગબારાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે પ્રતિક રૂપે વીસ જેટલા સખી મંડળોને એક પણ રૂપિયાના વ્યાજ વિના લોન આપવાનુ કામ કર્યું છે તેમજ વિવિધ યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોચ્યાં છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. આદિવાસી મહિલાઓને પણ સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને સ્વાવલંબી બનવાની તેમણે હિમાયત કરી હતી.

દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યશ્રી મોતીસિહ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા સશકત બને તે માટે નારી અદાલત, અભ્યમ, ૧૦૮ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકી હોવાથી મહિલાઓ સ્વમાનભેર જીવન જીવી શકે છે. તેની સાથોસાથ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આદિવાસી વિસ્તારોમાં પણ મિશન મંગલમ જૂથો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે તેમજ આંગણવાડી વિસ્તારમાં પણ આંગણવાડી બહેનોને સરકાર દ્વારા મોબાઇલ ફોન આપવામાં આવ્યા હોવાથી સમયસર માહિતી મેળવીને યોજનાઓનો લાભ મેળવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાવાડીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પયુર્ષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”ના સાગબારા તાલુકાના ૨૦ અને દેડીયાપાડા તાલુકાના ૨૦ સહિત ૪૦ જેટલા સખી મંડળોને કુલ રૂા.૪૦ લાખની લોનના આર્થિક સહાયના ચેકો એનાયત કર્યા હતાં.
પ્રારંભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસભાઈ ચૌધરીએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં સાગબારા તાલુકાના વિકાસ અધિકારીશ્રી હસમુખભાઈ રાઠવાએ આભારદર્શન કર્યું હતું.

Exit mobile version