Site icon Gramin Today

દેડિયાપાડા ખાતે ભૂગર્ભ ગટર યોજનામાં ભષ્ટ્રાચાર બાબતે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું:  

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડિયાપાડા ખાતે ભૂગર્ભ ગટર યોજનામાં ભષ્ટ્રાચાર બાબતે ગ્રામજનોએ અને ત્રણ મૃતકના પરિવારોએ દેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવાં તંત્રને અવગત કર્યા:  

દેડિયાપાડા ગામમાં રૂપિયા ૫.૭૦ કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટ ૨૦૧૨- ૨૦૧૩ ની ગેરરીતિ, અપૂણૅ કામગીરી અને અનિયમિતતા હોવાં છતાં ભષ્ટ્રાચાર આચરી સંપૂર્ણ કામગીરીનો દાખલો ગટર યોજના કોન્ટ્રાક્ટર કૃણાલ સ્ટ્રકચર (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ રાજકોટ ભષ્ટ્રપૂવૅક રીતે જીલ્લા વિકાસ અધિકારી નમૅદા, કાયૅ પાલક ઇજનેર જીલ્લા પંચાયત નમૅદા, નાયબ ઈજનેર જીલ્લા પંચાયત દેડિયાપાડા અધિક મદદનીશ ઇજનેર દેડિયાપાડા થડૅ પાટી ઈનસપેકશન એજન્સી , તાલુકા વિકાસ અધિકારી દેડિયાપાડા વગેરે એ એકબીજાની મદદગારીમાં સરકારનાં કરોડ રૂપિયાના નાણાંનો  વ્યય, આ રીતે અધુરી કામગીરી વાળી ગટર યોજના દેડિયાપાડાના નગરજનોને પૂર્ણ ગટર બતાવી ઉપભોગ કરવા દૈનિક માધ્યમથી જાહેરાત કરી જીવલેણ ગટર પ્રજાને સોંપી પ્રજાની સુખાધિકાર હનન કરવા બાબતે અને ભ્રષ્ટાચાર નાણાંકિય ઉચાપત અને ફરજમાં નિષ્કાળજી બાબતે સખત પગલાં લેવાની માગણી કરી હતી.


દેડિયાપાડા ખાતે તા. ૧/૩/૨૦૨૧ ના રોજ દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરી નજીક મુખ્ય માગૅ ઉપર આવેલી ગટરની કુંડીમાં ઝેરી ગેસનો નિકાલ નહીં હોવાને કારણે રોહિત ભાઈ દાદુભાઈ વસાવા, ધમેન્દ્રભાઈ સંજયભાઈ વસાવા, સોમાભાઈ નાનજીભાઈ વસાવાનું અનાયસે મરણ થવાના કારણે મૃતકના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાની સહાય કરવા બાબતે તેમજ મૃતકના પરિવારજનોને સરકારી નોકરીમાં લેવા બાબતે તેમજ ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ ન કરી (પંપિગ સ્ટેશન કાયૅરત ન હોવા છતાં) કાયૅરત બતાવી ગટરનું ગંદું પાણી ધામણ નદીમાં કોન્ટ્રાક્ટરે નદીની લગોલગ કુંડીઓ બનાવી નદીમાં જ હેતુપૂર્વક ગટરનું પ્રદુષિત પાણી વહેતું મૂકી પ્રદુષણ ફેલાવવા બાબતે અને દેડિયાપાડા માં સાત જગ્યાએ ગટરની અધૂરી કામગીરી કરવા બાબતે દેડિયાપાડા પ્રાંત અધિકારી દિપકભાઈ બારિયા સાહેબને લેખિતમાં ગ્રામજનોના સહી વાળું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. દેડિયાપાડાના અગૃગણય વેપારી ધનંજય શાહ, વકીલ હિતેશ દરજી,ઉપ સરપંચ પંકજભાઈ વસાવા , નમૅદા જીલ્લા ભારતીય ટાયબલ પાર્ટીના ચૈતરભાઈ વસાવા, દેડિયાપાડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવજીભાઈ વસાવા અને અન્ય ગામજનોએ ભૂગર્ભ ગટર યોજનાના ભષ્ટ્રાચારની તપાસની માંગ કરી હતી.

Exit mobile version