Site icon Gramin Today

દેડિયાપાડા ખાતે દિવ્યાંગ જનો માટે ખાસ મતદાર જાગૃત્તિ શિબિર યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડિયાપાડા ખાતે દિવ્યાંગ જનો માટે ખાસ મતદાર જાગૃત્તિ શિબિર યોજવામાં આવી હતી;

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાજેતરમાં દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે પ્રાંત અધિકારીશ્રી એ.આર.ઉકાણી અને મામલતદારશ્રી ડી.એમ.સાંખટ વગેરેની ખાસ ઉપસ્થિતિમાં દિવ્યાંગો માટે વિશિષ્ટ મતદાર જાગૃત્તિ શિબિર યોજાઇ હતી.

જેમાં દિવ્યાંગ મતદારોને મતદાર જાગૃતિ વિશે અને PWD મોબાઈલ એપ વિષે ચૂંટણીતંત્રના અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડી જરૂરી સમજ અપાઇ હતી. આ શિબિરમા દેડીયાપાડા તાલુકા વિસ્તારના ગામડાઓમાંથી અંદાજે ૧૦૦ થી પણ વધુ દિવ્યાંગ અને યુવા મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્થળ પર ઉપસ્થિત ચૂંટણીતંત્રની ટીમ દ્વારા અંદાજે ૧૪ જેટલા યુવાનોને તેમના મોબાઇલમાં PWD એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે જરૂરી માર્ગદર્શન પણ પુરું પડાયું હતું. 

Exit mobile version