શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા આંખની તપાસ કરી દર્દીઓને ચશ્માનું વિતરણ કરાયું હતું.
ઉમરપાડા તાલુકાના વાડી ગામે તળાવ ફળિયામાં માંડવી તેજસ હોસ્પિટલ દ્વારા જરૂરિયાત મંદ ગરીબ દર્દીઓને આંખની તપાસ કરી અને તમામને ચશ્મા આપવામાં આવ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી હરીશભાઈ વસાવા, જીમીભાઈ વસાવા મહેન્દ્રભાઈ, હિતેશભાઈએ ગ્રામજનોને જરૂરિયાતમંદ લોકો ને ઘરે ઘરે જઈને પેમ્પ્લેટ આપીને આ કૅમ્પની જાણકારી આપી હતી. અને વાડી ગામે કેમ્પ ને સફળ કરાયો હતો. તેમજ આ કેમ્પમાં અંદાજિત 170 ગરીબ દર્દીઓ પોતાની આંખની તપાસ કરાવી અને એમને ખૂબ નજીવી કિંમતે ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. તેમજ ગરીબ જરૂરિયાત દસ દર્દીઓને આજે મોતિયાનું ઓપરેશન કરાવવા માટે માંડવી તેજસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા માટે હરીશ વસાવાએ ભરપૂર પ્રયત્ન કર્યો હતો.