શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી પ્રેસનોટ
સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.
સરકાર દ્વારા મળતાં અનેક લાભો/યોજનાં અજ્ઞાનતાનાં લીધે મળવા પામતા નથી અને લોકો સહાય થી વંચીત રહી જાય છે, જયારે પરિવારમાં અચાનક દુઃખદ ઘટના બને છે ત્યારે પરિવાર આર્થિકરીતે પણ તૂટી જાય છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારની યોજનાં જે થોડી આપ ને મદદરૂપ નક્કી બનશે!
તાપી: તા: ૨૧: તાપી જિલ્લામા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખા હેઠળના ૦ થી ૨૦ નો બી.પી.એલ. સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) નું કુદરતી કે અકસ્માતે મૃત્યુ થાય તે કુટુંબને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
આ યોજના અંતર્ગત મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો રૂ.૨૦,૦૦૦/- લાભાર્થી કુટુંબને ડાયરેકટ તેના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થાય છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ મૃત્યુ પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. લાભાર્થી પરિવારે આવી વ્યક્તિનું અવસાન થાય તેના બે વર્ષની અંદર આ યોજનાના લાભ માટે સંબંધિત આપનાં તાલુકા મામલતદાર કચેરીમાં આ અંગેની અરજી કરવાની હોય છે, આ યોજના સંબંધિત વધુ માહિતી કે માર્ગદર્શન માટે તાલુકા મામલતદાર કચેરીઓનો સંપર્ક કરી શકાય છે, તેમ તાપી જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાભ શું મળવાપાત્ર થાય ?
- કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનારના કુટુંબને રૂ.૨૦,૦૦૦/-
- અરજી કયાં કરશો ? શહેરી વિસ્તાર માટે જે તે પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહે છે,
- ગ્રામ્ય વિસ્તાર માટે આ યોજના હેઠળ તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહે છે, આ યોજના હેઠળ રકમ મંજુર કરવાની સત્તા ઉપરોકત અધિકારીશ્રીને હસ્તક રહેશે.