Site icon Gramin Today

ડોસવાડા ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સોનગઢ તાલુકાનો ડોસવાડા ડેમ પૂર્ણ સપાટી નજીક પહોંચતા નીચાણવાળા ગામોને સાવચેત કરાયા: 

 વ્યારા:  તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા દરવાજા વગરનો ડેમ પૂર્ણ સપાટી ૧૨૩.૪૪ મીટર (૪૦૫ ફૂટ) છે. આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૬-૦૦ કલાકે ડેમની સપાટી ૧૨૩.૧૭ મીટર (૪૦૪ ) ફૂટ પહોંચેલ છે.નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાના નિયમાનુસાર ડોસવાડા ડેમની કુલ સંગ્રહશક્તિના ૯૦ ટકા જથ્થો પાણી ભરાયેલ છે. જેથી ડેમની હાલની સપાટી એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદના કારણે ડેમની સપાટી ગમે તે સમયે પૂર્ણ સપાટી ૧૨૩.૪૪ મીટર (૪૦૫ ફૂટ) પહોંચીને ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. જેથી ડોસવાડા ડેમના હેઠવાસના ગામોમાં અમગચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા ઘટતી કાર્યવાહી કરવા સબંધિતોને કાર્યપાલક ઈજનેરશ્રી, વેર-૨ યોજના વિભાગ વ્યારાએ જણાવ્યું છે. 

             ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-૨૦૨૨ મુજબ ડોસવાડા ડેમના હેઠવાસના સોનગઢ તાલુકાના કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ, ખડકાચીખલી અને વ્યારા તાલુકાના વાઘઝરી, નાનીચીખલી, મુસા, કાનપુરા, પાનવાડી ગામોનો સમાવેશ થાય છે.

                                             

Exit mobile version