Site icon Gramin Today

ડેડીયાપાડા પોલીસે સાત દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા પોલીસે સાત દિવસથી ગુમ થયેલ અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું;

ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા લાડવા ગામમાં છેલ્લા કેટલાક દિવસો થી એક અસ્થિર મગજના આધેડ આવી ગયેલ. જે સારી રીતે બોલી પણ ન શકતા અને પોતે ક્યાં ના છે તે પણ કહી ન શકતા જેથી લાડવા ગામના સરપંચ દ્વારા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના એ એસ આઈ લક્ષમણ ગુલાબસિંગ વસાવા તેમજ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્ર નટવર વસાવા એ બનાવની તમામ વિગતો જાણી આ અસ્થિર મગજના આધેડ સાથે વાતચીત કરતા તેમનું નામ મુનાભાઈ શાનીયાભાઈ તેમજ પોતે તડકેશ્વરના હોવાનું માલુમ પડ્યું હતું.

ડેડીયાપાડા પોલીસ દ્વારા તડકેશ્વરના પોલીસ સ્ટાફનો સંપર્ક કરી મુનાભાઈના પરિવારનો સંપર્ક કર્યો હતો. મુનાભાઈના પુત્ર સાથે પોલીસ દ્વારા સંપર્ક કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન બોલાવી પિતા પુત્રનું સુખદ મિલન કરાવ્યું હતું. સાત દિવસથી ખોવાયેલા અસ્થિર મગજના પિતાને શોધી આપતા પરિવારે ડેડીયાપાડા પોલીસનો આભાર માન્યો હતો. અસ્થિર મગજના પિતાની સારવાર તેમજ દેખરેખ કરવા માટે ડેડીયાપાડા પોલીસે તેના પુત્રને સૂચન કર્યું હતું.

પત્રકાર:  સર્જનકુમાર વસાવા નર્મદા,

Exit mobile version