શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
- તંત્રને વાંરવાર રજુઆત કરવા છતા સમસ્યા નું કોઈ જ નિરાકરણ નહી. સ્થાનિક મહિલાઓ દ્વારા આંદોલનની ચીમકી;
ડેડીયાપાડા માં આવેલા ભરવાડ ફળીયા ના મુખ્ય માર્ગ પર ચોમાસુ આવતા જ ગંદકી નું પ્રમાણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બજાર માંથી મુખ્ય માર્ગથી ફળિયામાં જવાના રસ્તા ની આજુબાજુ દુષિત પાણી નીકળવાની ગટર ની વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે રસ્તા પર પાણી ભેગું થાય છે. ચોમાસામાં વરસાદ પડવાને કારણે કાદવ કિચડનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે.
ચોમાસામાં પરિસ્થિતિ વધુ વકરતા ફળીયામાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ ત્યાં ના રહીશો એ વ્યક્ત કરી છે. બનાવેલી ગટર ઉભરાતા ગટરનું પાણી રસ્તા પર વહેતુ થયું હતું. જે તેને વાંરવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી તેવું સ્થાનિકો એ જણાવ્યું હતું. સ્થાનિકોને જણાવ્યા અનુસાર પંચાયત માં બે બે વાર નોટિસ આપવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ સમસ્યા નું નિરાકરણ ન આવે તો સ્થાનીક મહિલાઓ એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.