Site icon Gramin Today

ડેડીયાપાડા ગ્રામ પંચાયત નવા સરપંચનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા ગ્રામ પંચાયત નવા સરપંચનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો;

દેડીયાપાડા ગૃપ ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરીત સરપંચ શ્રીમતી વર્ષાબેન દીવાલભાઈ ના અધ્યક્ષ સ્થાને પદ ગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો, સાથે ઉપ સરપંચ ની વરણી પણ કરવામાં આવી હતી, જેમાં ડેડીયાપાડા નાં સભ્ય રોહીત જેતલભાઈ ને બીન હરીફ ઉપસરપંચ બનાવવામાં આવ્યા.

આ સરપંચના પદગ્રહણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ લોકસભા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા હાજર રહી આશીવૉદ અને શુભેચ્છાઓ આપી હતી, સાથે ભારતીય જનતા પાર્ટીનાં સ્થાનિક આગેવાનનો શંકરભાઈ વસાવા તેમજ જાનકી આશ્રમ ના સંચાલક સોનજીભાઈ વસાવા, ડેડીયાપાડા જીલ્લા પંચાયત ના સભ્ય હીતેશભાઈ વસાવા, ગુજરાત યુવા મોર્ચાનાં સભ્ય અને દાહોદ તેમજ ભરૂચ જીલ્લા ના પ્રભારી યતીનભાઈ નાયક, ગામના સભ્યશ્રીઓ, વેપારી મિત્રો સહીત અનેક આગેવાનો  તેમજ નગરજનો હાજર રહ્યા હતા.

Exit mobile version