Site icon Gramin Today

ડેડીયાપાડા ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચના પતિદેવ કરતા હોવાનો સદસ્યોનો આરોપ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ગ્રામ પંચાયત નો વહીવટ સરપંચ ના પતિદેવ કરતા હોવાનો ચુટાયેલા સદસ્યો એ લગાવ્યો  આરોપ: 

ગ્રામ પંચાયત ની કચેરી મા પણ મહીલા સરપંચ ની ખુરશી પર પતિદેવ અડિંગો જમાવી બેસતા અને સભ્યો ના કામો અટવાઈ પડતા  પ્રાંત અધિકારી ને ફરિયાદ;

પતિદેવ પંચાયત નો વહીવટ કરતા હોય સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાની પણ રજુઆત;

નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા ખાતે ની ગ્રામ પંચાયત ના વહિવટી કામકાજ માં મહીલા સરપંચ ની જગ્યા એ વહીવટ તેના પતિદેવ દ્વારા કરવામાં આવતો હોવાનો ગંભીર આરોપ ગ્રામ પંચાયત ના જ ચૂંટાયેલા સદસ્યો સહિત ના લોકો એ લગાવતાં અને ડેડીયાપાડા ના પ્રાંત અધિકારી ને લેખિત ફરિયાદ કરતા ડેડીયાપાડા ના રાજકારણ મા ગરમાવો આવી ગયો છે.

ડેડીયાપાડા ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા પ્રાંત અધિકારી ને લેખિત આવેદન પત્ર આપી જ્યાવાયું હતું કે ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતિ વર્ષાબેન દેવજીભાઈ વસાવા છે,જ્યારે તેઓ સરપંચ હોય કાયદાનુંસાર પંચાયત ના વહિવટી કામ તેઓએ કરવા ની જગ્યા એ તેઓનાં પતિદેવ દેવજીભાઈ વસાવા ઉર્ફે દિવાલ શેઠ દ્વારા વહીવટ કરવામા આવે છે,લોકો ચૂંટાયેલ સભ્યો પાસે કોઈ કામ લયીને જાય તો તેનું નિરાકરણ સરપંચ વર્ષાબેન દ્વારા કરવામાં આવે એવો કાયદાકીય નિયમ છતાં તમાંમ રજુઆતો સરપંચ ના પતિદેવ ને કરવાની , સરપંચ ના પતિદેવ ગ્રામ પંચાયત ની કચેરી મા સરપંચ ની ખુરશી ઉપર પણ અડિંગો જમાવીને કોઈ પણ જાતની ગ્રામ પંચાયત ની કાર્યવાહિ કરવામા કાયદાકીય અધિકાર ન હોય છતાં સભ્યો એ રજુઆતો તેમને જ કરવી પડે છે!!!

આવેનપત્રમાં જ્યાવ્યાનુસર એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગ્રામ પંચાયતો માં સરપંચ પત્નિ ના વહીવટ માં તેમનાં પતિદેવ કોઈ કનડગત કે દખલગીરી ન કરે તેવું કહેવામાં આવે છે જ્યારે ડેડીયાપાડા માં ખુલ્લેઆમ સરપંચ પતિદેવ નો વહીવટ ચાલી રહ્યો છે, સાંસદ મનસુખ વસાવા એ પણ પતિદેવ ના વહીવટ સામે ચીમકી ઉચ્ચારી છે, કાયદામાં આવી પંચાયતો ના સરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવે એવી પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા જીલ્લા ના અઘિકારીઓ પણ આબધુ જાનેજ છે કે ડેડીયાપાડા ગ્રામ પંચાયત નો વહીવટ દેવજીભાઈ ઉર્ફે દીવાળશેઠ કરી રહ્યા છે તેમ છતાં તેઓ સત્તાધારી ભારતિય જનતા પાર્ટી સાથે સંકળાયેલ હોય તેનો પુત્ર નર્મદા જીલ્લા પંચાયત માં ભાજપા નોજ સદસ્ય હોય આંખ આડા કાન અઘિકારીઓ કરી રહ્યા છે,જો આવું કૃત્ય કોઈ કાઁગ્રેસ ના, કે BTP નાં સરપંચ ના પતિદેવ કરતા હોય તો તરતજ તેને સરપંચ પદે થી દુર કરવામા આવી હોત નો આરોપ પણ લગાવી સભ્યો એ નર્મદા જીલ્લા ના અઘિકારીઓ ની કામગિરી સામે પ્રશ્નો ઉભા કર્યાં છે.

મહીલા સરપંચ ના પતિદેવ ગ્રામ પંચાયત નો વહીવટ કરતા હોય ને તેના પુરાવા રૂપે વિડિયો ક્લિપ પણ આપવામા આવી છે,અને આ મામલે હજી જીલ્લા કલેકટર સહિત , જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય મંત્રી સુધી રજુઆત કરવામાં આવશે નુ પણ જાણવાં મળ્યું છે.

સ્થાનિક સ્વરાજ્ય ની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયત સહિત નગર પાલિકા ઓમા મહિલાઓ ને પ્રતિનિધિત્વ મળે, મહિલાઓ નું માન સન્માન જળવાય વહિવટી કામગીરીઓ માં મહિલાઓ પુરુષ સમોવડી સ્થાન પ્રાપ્ત કરી સમાજ માં મોભો ધરાવે એવા શુભ આશયથી મહિલાઓ માટે અનામત દાખલ કરવામાં આવી છે, પરંતું તમામ સ્તરે મહિલાઓ ચૂંટાય તો છેજ પણ તેઓનાં વહીવટ તેમનાં પતિદેવો મારફતે કરવામાં આવે છે,જે કાયદાકીય રીતે ગેરકાયદેસર નું છે, જો આવી મહિલાઓ કે જેમના પતિદેવ તેમનાં દ્વારા વહીવટ કરતા હોય તો આવી ચૂંટાયેલ મહિલાઓ ને અનેક કિસ્સાઓમાં હોદ્દા પરથી ગેરલાયક પણ ઠેરવવામાં આવી છે.

Exit mobile version