Site icon Gramin Today

ડાંગ જીલ્લાનાં નીલસાક્યા ગામમાં ગ્રામપંચાયતનાં કામોમાં ગોબાચારી!

શ્રોત: ગ્રામીણ ટુડે, ડાંગ જીલ્લા બ્યુરો

ડાંગ જીલ્લાનાં નીલસાક્યા ગામમાં ગ્રામ પંચાયતનાં કામોમાં ગોબાચારી! ગ્રુપ ગ્રામ પંચાયત ચંખલનાં ગામ  વિકાસનાં કામોની ગેરરીતિઓ બાબતે  તાલુકા વિકાસ અધિકારી અજાણ કે પછી ?

ડાંગ જીલ્લામાં ગ્રામ વિકાસની ગ્રાન્ટમાં થયેલી ગોબાચારી આંખોમાં વળગે છે, ત્યારે જવાબદાર અધિકારીઓ આ નીલસાક્યા ગામનાં રસ્તા, પેવરબ્લોક, નાળાનાં  વિકાસ કામો ની સમીક્ષા કરવાં તસ્દી લે તો કદાચ જવાબદાર વ્યક્તિઓ દ્વારા  સરકારની વિકાસ ગ્રાન્ટનો થયેલ  ભ્રષ્ટાચારની પોલ ખુલે;   આદિવાસી વિસ્તારમાં થતાં વિકાસ કામોની સમીક્ષામાં છાબરડા! જવાબદાર કોણ? પ્રાપ્ત માહિતી મુજબ નીલસાક્યા ગામે ચંખલ ગૃપ ગ્રામ પંચાયતના ગામોમાં મોટાં પાયે  ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, પેવરબ્લોકનો રસ્તો બનવવાનાં માંડ ૫/૬ મહિના નથી થયાંને હાલમાં રસ્તો તૂટી જવા પામ્યો છે, અને રસ્તો બનાવ્યો છે તે પણ તસ્વીરોમાં દેખાય રહ્યું છે, નાળા નું કામ પણ હલકી કક્ષાનું હોય ચોમાસું આવે તે પહેલાં કામોની સમીક્ષા કરી ધોવાણ થઈ જતા અટકાવવા લોક માંગણી ઉઠી છે,  અગર જવાબદાર  અધિકારીઓ ધ્યાનમાં ન લેતો ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાના મૂડમાં;  

 

Exit mobile version