Site icon Gramin Today

ડાંગ જીલ્લાનાં આહવા તાલુકાનાં મોરઝીરા ગામે પીવાનાં પાણીનાં વલખાં!

શ્રોત: ગ્રામીણ ટુડે, ડાંગ  પ્રતિનિધિ

 

ગુજરાતના ચેરાપૂંજીમાં પીવાનાં પાણી માટે વલખા મારતી પ્રજા; ગુજરાત ભરમાં ચેરાપૂંજી તરીકે ઓળખાતાં ડાંગ જીલ્લામાં  પીવાનાં પાણીની સમસ્યા તંત્ર કે જવાબદાર વ્યક્તિ ધ્યાન આપે તે જરૂરી;
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મોરઝીરા ગ્રામપંચાયતના ગામડાઓમાં પાણીની એટલી વિકટ  સમસ્યા છે કે લોકોએ પાણી માટે કલાકો બેસીને રાહ જોવું પડે છે અને આ એકમાત્ર પીવાનાં પાણીની સગવડ છે તે પણ લાઈટ આધારિત હોય ગામની સ્ત્રીઓ, દિકરીઓએ પાણી માટે રીતસર ભટકવું પડે છે  તંત્ર કોરોના કહેર વચ્ચે ઉભી થયેલ સમસ્યા ધ્યાને લે તે જરૂરી, પાણી એ મનુષ્ય જીવનની  પ્રાથમિક જરૂરિયાત છે અને ડાંગ ગુજરાતનું ચેરાપૂંજી કહેવાતું હોય ત્યાં પાણીનાં વલખા મારે એ વહીવટી તંત્રની ઘોર નિષ્કાળજી દર્શાવે છે
પાણી માટે વલખા મારતી બહેનો દિકરીઓની વેદના જોઈને જીલ્લા તંત્ર  મોગરા અને એની આજુબાજુના ગામડાઓની કરુણ પરિસ્થિતી જોઈને તંત્રએ વરસાદ ના પાણીનો સંગ્રહ થઈ શકે અને સરકારી યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરીને પ્રજાના હિતમાં કાર્ય કરવુ જ જોઈએ,

Exit mobile version