Site icon Gramin Today

ડાંગ જિલ્લા DDO વીપીન ગર્ગ સાહેબ અને DM સાહેબ જરા ધ્યાન આપે: અમુક વિભાગોમાં ચાલતી લાલીયાવાડી ડાંગની છબી બગાડે છે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લા DDO  વીપીન ગર્ગ સાહેબ અને કલેકટર સાહેબ જરા ધ્યાન આપે તો સારું ડાંગ જિલ્લામાં ચાલતી લાલયાવાડી કોઈના ધ્યાનમા આવી નથી એવું લાગી રહ્યું છે ?
ડાંગમાં પાછો એક પછી બીજો  એમ હવે ત્રીજો દિવ્યાંગ કિસ્સો પ્રકાશમાં આવ્યો જેઓનેહજુ સુધી આવાસનો લાભ મળ્યો નથી..!

ડાંગ મા આવા તો ઘણા 1493 જેટલાં  નોંધાયેલા દિવ્યાંગ વ્યક્તિઓ  છે પરંતુ કોને લાભ મળ્યો તે કોઈના પાસે નથી.? કારણકે ડાંગના અંધેર વહીવટ તરફ ધ્યાન આપવા વાળું કોઈ નથી…! દીવ્યંગો ને ધક્કા ખવડાવવા કેટલું વ્યાજબી…? 

રાજકર્તા પદાધિકારીઓ ગાંઠતા નથી? કે કર્મચારીઓ ગાંઠતા નથી? એ જ ખબર પડતી નથી કે કર્મચારી મિત્રો કામ કરવા માંગતા નથી?
ડાંગ જિલ્લા ખાતે આવેલ સુબિર તાલુકા પંચાયતમા સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત પીપલદાહાડ મા ખેરીન્દ્રા ગામ આવેલ છે, અહીના  રહેવાસી ઉમેશભાઈ મોત્યાભાઈ પવાર જેઓ 80% દિવ્યાંગ છે, જેઓને પણ આજદિન સુધી આવાસ યોજનાનો લાભ મળેલ નથી. હવે તો એવું લાગી રહ્યું છે કે ડાંગમા આ શું  થઈ રહ્યું છે? માત્ર ને માત્ર લોલમલોલ પોલમપોલ કારણકે અત્યાર સુધી ન્યૂઝ પેપર મા આવ્યું છે કે ઘણા દિવ્યાંગ લોકોને આ લાભ સા કારણે મળેલ નથી..? સંવેદના બેનરો પર સંવેદનશીલ સરકાર એવું લખવાથી કોઈ ફેર પાડવાનો નથી,  પરંતુ અહીંયા ડાંગમાં  ધ્યાન આપવવાળું કોઈ નથી તે  પરથી સાબિત થઈ રહ્યું છે કારણકે અનેક વખત અને અનેક માધ્યમ મારફતે માંગણી કરી છતા  હજુ સુધી લીલાબેન યોગેશભાઇ ખુરકુટિયા ને પણ કોઈ પ્રકારનો લાભ આપવામાં આવેલ નથી. બીજો કિસ્સો કાશવદહાડ ગામના રહીશ એવા નિરુબેન જયેશભાઇ રામાભાઈ જાદવ અને આ પાછો ત્રીજો નવો કેશ સામે આવ્યો છે ઉમેશભાઈ મોત્યાભાઈ પવાર ખેરીન્દ્રા ગામ નો છે એનો મતલબ એવો થવા જાય છે કે ડાંગમા અંધેરી નગરી મેં ગંડું રાજા જેવો ઘાટ છે એ સમજવા જેવું છે અહીંયા તો અધિકારીઓ અને પદાધિકારીઓ ખાલી પોતાનો વહીવટ કરવા અને પૈસા કમાવવા જ આવ્યા હોય એવું લાગી રહ્યું છે, 

એકતરફ ડાંગના પ્રભારીમંત્રી પોતે આદિવાસી હોવા છતા ક્યાં સુધી  ડાંગમાં આવું જ ચાલ્યા કરશે કોઈ ધ્યાન આપશે નહીં એ સાચું જ છે એક તરફ મોટા અધિકારીઓ પોતાનો સી.આર. સારા લખવાવની ફિરાકમાં જ હોય છે એવું લાગી રહ્યું છે કારણકે ડાંગમાંથી સી.આર. સારા લખાય તો તેઓને બઢતી જલ્દી અને સારી જગ્યાએ થાય છે એ આજ સુધીનો જીવતો જાગતો નમૂનાઓ છે પરંતુ ડાંગ માટે કામ કરવામાં સા કારણે નિરાશતા દાખવવામાં આવી રહી છે રાજકર્તા પદાધિકારીઓ ગાંઠતા નથી? કે કર્મચારીઓ ગાંઠતા નથી? એ જ ખબર પડતી નથી કે કર્મચારી મિત્રો કામ કરવા માંગતા નથી? એ સમજાતું નથી જેથી ડાંગની દિવ્યાંગ વ્યક્તિઓ માટે કોઈક તો સારું કામ કરી ને જાવ  એવી ડાંગના દિવ્યાંગ વ્યક્તિઓની લાગણી અને માંગણી  છે…

Exit mobile version