Site icon Gramin Today

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ:

દિનકર બંગાળ, આહવા: ડાંગની નવી જિલ્લા પંચાયત કચેરી ખાતે સભા ખંડમાં જિલ્લા પ્રમુખ રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને આજરોજ સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય વિજયભાઇ પટેલ, ઉપ પ્રમુખ ઉષાબેન પટેલ તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડો.મયુર પરમાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં શીંગાણા અને લવચાલી ગૃપ ગ્રામ પંચાયતના વિભાજન માટે સર્વાનુમતે મંજુરીને ઠરાવ રજુ કરવા, તેમજ લાંચ રૂશ્વત બ્યુરો હસ્તકના એ.સી.બી. પોલીસ સ્ટેશનના પાંચ રૂમો ફાળવણી માટે સર્વાનુમતે બહાલી, નવી જિલ્લા પંચાયત કતેરી ખાતે ૧૮ સિક્યુરીટી ગાર્ડ માટેની બહાલી, આહવા તાલુકા પંચાયત કચેરી માટે જગ્યા ફાળવણી સાથે જ બ્લડ બેંક અને ટી.એસ.પી કચેરી માટે જુની જિલ્લા પંચાયત કચેરીમાં જગ્યા ફાળવણી જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડાંગ જિલ્લાના કળબ ડુંગરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટેની ચર્ચા, તેમજ જિલ્લા પંચાયતને મહેસુલી સત્તાઓ માટે માંગણી અંગે ઠરાવમાં સુધારો કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકની કાર્યવાહી નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલે સંભાળી હતી. બેઠકમાં તમામ જિલ્લા સદસ્યો સહિત શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version