Site icon Gramin Today

ડાંગ જિલ્લા પંચાયત-આહવાની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ રામુભાઇ માહલા, બ્યુરો ચીફ ડાંગ 

ડાંગ જિલ્લા પંચાયત-આહવાની ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઇ:

આહવા: તા: 26: આજરોજ ડાંગ જિલ્લા પંચાયત, આહવાની ખાસ સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમા ગુજરાત પંચાયત અધિનિયમ–1993ની જોગવાઇ અંતર્ગત જિલ્લા પંચાયતની જુદી જુદી કુલ 8 સમિતિઓની રચના કરાઇ હતી.

જેમા કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સામાજિક અને ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ, સિંચાઇ અને કૃષિ સહકાર સમિતિની રચના કરવામા આવી હતી. આ સમિતિઓ પોતાની વિભાગની મિટિંગ બોલાવી અધ્યક્ષની ચુંટણી કરશે. 

જિલ્લા પંચાયત-આહવાની ખાસ સામાન્ય સભામા પ્રમુખ સ્થાનેથી ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને વડાપ્રધાનશ્રીના અભિનંદનનો ઠરાવ રજુ કરવામા આવ્યો હતો. તેમજ મહિલાઓના પ્રતિનિધિત્વને અધિનિયમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપી પ્રતિનિધિ કરવા માટેનો ઠરાવ રજુ કરવામા આવ્યો હતો. 

સામાન્ય સભાની બેઠકમા નિવાસી અધિક કલેક્ટર તેમજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એસ.બી.તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી  યોગેશ જોષી, જિલ્લા પંચાયત શાખાના તમામ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના ચુંટાયેલા તમામ સદસ્યો હાજર રહ્યા હતા.

Exit mobile version