શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા/તાલુકા સ્વાગતના આયોજનમાં ફેરફાર:
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨, અને તાલુકા સ્વાગત તાં. ૨૧, જૂલાઈ ૨૦૨૬ના રોજ યોજાશે
દિનકર બંગાળ, આહવા: માનનીય મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને જિલ્લાનાં પ્રજાજનોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે “જિલ્લા/તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સદર્ભે જૂલાઈ માસમાં યોજાનાર ડાંગ જિલ્લા/તાલુકા સ્વાગત કાર્યક્રમમા ફેરફાર કરવામાં આવ્યો છે.
ડાંગ કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, જુલાઈ-૨૦૨૬ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૦૨૬ને બદલે તા.૨૨/૦૭/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે કલેકટરશ્રી ડાંગના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ડાંગના સભાખંડમાં જેથી તા.૨૨/૦૭/૨૦૨૬ને બુધવારના દિવસે બપોરે ૦૩:૩૦ કલાકે અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા જણાવાયું છે. જ્યારે જુલાઈ-૨૦૨૬ માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૭/૨૦૨૬ને બદલે તા.૨૧/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ત્રણેય તાલુકામાં યોજાનાર છે. જેથી તા.૨૧/૦૭/૨૦૨૬ને મંગળવારના દિવસે સવારે ૧૧:૦૦ કલાકે અરજદારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા જણાવાયું છે.
ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારોએ નિર્ધારિત સ્થળે સમયસર હાજર રહેવા જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

